In Valsad, a pedestrian was alerted by seeing a huge leopard in the light of the vehicle’s lights on the highway, fear spread among the locals, the incident was caught on camera. | વલસાડમાં હાઇવે પર વાહનના લાઈટના અજવાળે કદાવર દીપડો દેખાતા રાહદારી ચોકી ઉઠ્યો, સ્થાનિકોમાં ભય ફેલાયો, ઘટના કેમેરામાં કેદ

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad, A Pedestrian Was Alerted By Seeing A Huge Leopard In The Light Of The Vehicle’s Lights On The Highway, Fear Spread Among The Locals, The Incident Was Caught On Camera.

વલસાડ16 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લાને અડીને આવેલા વન વિસ્તારમાંથી ખોરાકની શોધમાં દીપડો શહેરમાં માનવ વસ્તી નજીક આવી પહોંચ્યો હતો. શનિવારે રાત્રે લીલાપોર કોસ્ટલ હાઇવે નજીક આવેલી ખુલ્લી જગ્યામાં વાહનના લાઈટના અજવાળે એક રાહદારીએ કદાવર દીપડાને જોઈ જતા તે ચોકી ઉઠ્યો હતો અને થંભી ગયો હતો. દીપડો આગળ હોવાની જાણ સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓને થતા દીપડા ઉપર વોચ રાખવા સ્થાનિક લોકો સુરક્ષિત અંતર રાખી ગોઠવાયા હતા.

આ ઘટનાને લઈને આજુબાજુના ગામોમાં રહેતા પશુ પાલકોમાં ચિંતાનો વિષય બન્યો હતો. ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. દીપડાને પ્રથમ જોનાર વ્યક્તિએ વન વિભાગની ટીમને દીપડો અંગે જરૂરી નિશાનીઓ આપી હતી.

વન વિસ્તારમાંથી ખોરાકની શોધમાં વન્યપ્રાણી દીપડો, માનવ વસ્તી નજીક આવી પહોંચવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. ત્યારે શનિવારે મોડી રાત્રે લીલાપોર કોસ્ટલ હાઇવે ઉપર વન્યપ્રાણી દીપડો ખોરાકની શોધમાં આવી પહોંચ્યો હતો. કોસ્ટલ હાઇવે નજીક આવેલી એક ખુલ્લી જગ્યામાં ઘાસમાં મહાકાય દીપડાને સ્થાનિકે જોયો હતો. જેથી બનાવની જાણ કોસ્ટલ હાઇવે પરથી પસાર થતાં લોકો અને રાહદારીઓને થઈ હતી. જેથી તમામ લોકોમાં ડર જોવા મળ્યો હતો. તેમજ આજુબાજુના ગામડાઓમાં રહેતા પશુપાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

સ્થાનિક લોકોએ ગામના સરપંચ સહિત અગ્રણીઓને અને વન વિભાગને બનાવની જાણ કરી હતી. જેથી વનવિભાગની ટીમે દીપડાની શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીએ દીપડો જોયો હોવાનું જણાવ્યું હતું. વાહન ચાલકના જણાવ્યાં અનુસાર વન વિભાગની ટીમે વિસ્તારમાં દીપડાની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *