In Vadnagar Barpara Khastia Thakor society, the practice of dj, varghoda, odhamana is paid tribute to. | વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠકમાં 80 ગામમાં વસવાટ કરતા લોકો માટે નિર્ણય કરાયો, મૃત્યુ પ્રસંગના અનેક રિવાજોમાં પણ બદલાવ કર્યા

Spread the love

મહેસાણા12 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના વડનગર પંથકમાં વસવાટ કરતા શ્રી વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમાજમાં ચાલતા કુરિવાજોને આખરે તિલાંજલિ આપવામાં આવી છે.વર્ષોથી સમાજમાં ચાલતા જુના રિવાજો હવે બંધ કરી સમાજ દ્વારા એક નવો ચીલો પાડવા તૈયારી દર્શાવી છે.જેમાં આવતીકાલથી સમાજમાં ચાલતા તમામ કુરિવાજોને બંધ કરવા જાહેરાત કરવામાં આવી છે. શ્રી વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજના 80 ગામોમાં વસવાટ કરતા સમાજના લોકો આવતીકાલથી સમાજના નિયમોને તિલાંજલિ આપશે જેમાં લગ્ન પ્રસંગ અને બીજા પ્રસંગોમાં ડી.જે વગાડવા પર પ્રતિબંધ,લગ્ન પ્રસંગો થતા અન્ય સામાજિક પ્રસંગોમાં યુવાઓ જુગાર રમતા હોય છે તે હવે બંધ,લગ્ન પ્રસંગોમાં સબધીઓને આપવામાં આવતા ઓઢમણા પ્રથા સહિતના મુદ્દા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

નિયમ ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે
પ્રમુખ ઉદાજી ખાભોક ભાસ્કરને જાણવ્યું કે અમારો ગોળ છે ચૌહાણ અને પરમાર એમ અમારા કુલ 36 ગામો થાય છે.એમાં ચાર મેવાસા આવે જેમાં સાબલિયા,વિસનગર,ગોઠવા,અને ડભોડા,આટલા ગામોમાં અમારો વ્યવહાર હોય છે.એટલે અમારે 12 પરા અને 4 મેવાસ.આ નિયમ 36 ગામોમાં વસવાટ કરતા બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજ ના લોકોને લાગુ પડશે.જે નિયમ ભંગ કરશે તેવા લોકો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.તેમજ આ નિયમો પાળવાની જવાબદારી જેતે ગામની રહેશે તેવું જણાવ્યું હતું

પ્રમુખ ઉદાજી ખાભોક gnews24x7ને જાણવ્યું કે આમરા ચાર મેવાસ છે મોટા ગામોને અમે મેવાસ કહીએ છીએ.એ પણ અમારા ગોળમાં આવે છે.એટલે કુલ આમરા 80 ગામો થાય છે.આ નિયમ 28 ઓગસ્ટ થી લાગુ કરી દેવામાં આવશે.તેમજ નિયમોની પત્રિકા ગામેગામ આપશુ અને સોસીયલ મીડિયા મારફતે આમરા સમાજ ના ગ્રૂપમાં ફરતા પર કરી દીધા છે.

અગાઉ નિયમો અંગે ચર્ચા કરાઇ હવે અમલ ચાલુ
વધુમાં પ્રમુખ જાણવ્યું કે અગાઉ આ નિયમો અંગે ચર્ચા કરવા માટે સમાજ ના તમામ લોકોને બોલાવી બેઠક કરી હતી.જેમાં આ નિયમો અંગે નિણર્ય લેવામાં આવ્યો હતો.ત્યારે નિયમો અંગે ચર્ચા થઈ હતી.હવે આ નિયમોનો અમલ કરવામાં આવસે.અમારે ખાસ શિક્ષણ પર ભાર મુકવાનો છે.સમાજના છોકરાઓ ને શિક્ષણ સારું મળે તેવું આયોજન પણ કરી રહ્યા છીએ.

દારૂ વેચનાર કે પીનાર ને ત્યાં લગ્ન કરવા કોઈ તૈયાર નથી,શિક્ષણ થી સમાજમાં ઘણો સુધારો-પ્રમુખ
વધુમાં gnews24x7ે દારૂ અંગે પૂછતા પ્રમુખે જણાવ્યું કે આમરો ગોળ જ્યાં વસવાટ કરે છે ત્યાં આમરા સમાજના લોકોમાં 80 ટકા દારૂ પર પ્રતિબંધ છે.વડનગરના બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજના દારૂ 30 વર્ષથી બંધ જ છે.દારૂ જે ગાળે એ વ્યક્તિ સાથે કોઈ પ્રકાર નો વ્યવહાર અમે રાખતા જ નથી.અમારા સમાજમાં ઘણો સુધારો આવ્યો છે.જ્યાં દારૂ વેચનાર કે પીનાર ને ત્યાં લગ્ન કરવા કોઈ તૈયાર નથી થતું.તેમજ હાલમાં બાળકો જેમ શિક્ષણ મેળવી રહ્યા છે.એટલે સમાજમાં શિક્ષણ ના કારણે ઘણો સુધારો થયો છે.

આટલા રિવાજોમાં ફેરફાર કરવામાં આવશે
(1)લગ્ન પ્રસંગે થતા બીજા પ્રસંગોમાં ડી.જે વગાડવાનું બંધ કરવામાં આવે છે.પરંતુ ઘરે લગ્ન સ્થળે થતા ગામના મંદિરે ધાર્મિક પસંગે અને નવરાત્રી ટાણે સાઉન્ડ વગાડી શકાશે
(2)જેમ પ્રથા બંધ કરવામાં આવશે
(3)લગ્ન પ્રસંગે વરઘોડા બંધ કરવામાં આવે છે.
(4)ઓઢણી પ્રસંગે ફક્ત મહિલાઓએ જવું.પુરુષોના જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.
(5)મરણ પ્રસંગે ધર ધણી સિવાય બીજા કોઈ એ સોળ લઈ જવી નહિ.સોળના બદલે રોકડાથી વહેવાર કરવો
(6)મરણ પ્રસંગે ધરધણી સિવાયનાઓએ માથે સાડી નાખવાની પ્રથા બંધ કરવામાં આવે છે.તેના બદલે રોકડાથી વ્યવહાર કરવો
(7)લગ્ન જેવા પ્રસંગોમાં ઓઢમણા પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે.તેના બદલે રોકડાથી વ્યવહાર કરવાનો રહેશે
(8)લગ્ન પ્રસંગે થતા અન્ય સામાજિક પ્રસંગોમાં રમાતા જુગાર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *