વડોદરા3 કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરા મહાનગર સેવા સદનના મેયર, ડે.મેયર અને સ્થાયી સમિતીના ચેરમેનની અઢી વર્ષની ટર્મ તા. 9 સપ્ટેમ્બરે પૂરી થઈ રહી છે ત્યારે આજે મેયર નીલેશ રાઠોડના કાર્યકાળના અધ્યક્ષસ્થાને મળેલી છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષે વર્તમાન બોર્ડના પ્રથમ અઢી વર્ષમાં ઈન્ફ્રાસ્ટક્ચરમાં કોઈ નોંધનીય કામગીરી થઇ ન હોવાના આક્ષેપ કર્યા હતા. તે સામે મેયરે આક્ષેપોનુ ખંડન કરતા જણાવ્યું કે, બોર્ડ દ્વારા 1 હજાર કરોડથી વધુના કામો હાલ ચાલુ છે.
ડ્રેનેજનાં પાણી છોડાઇ રહ્યા છે
સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, વર્તમાન બોર્ડમાં પ્રથમ અઢી વર્ષમાં પહેલાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતીમાં શુ એચીવ કરી શક્યા? આ સવાલને આગળ ધપાવતા જણાવ્યું હતુ કે, શહેરમાં 50 MLD પાણીનો ઉમેરો થયો છે પરંતુ, સામે ઓજી વિસ્તારમાં 60 MLDની ડિમાન્ડ વધી છે. નવા 3 STP બન્યા પરંતુ, સામે જૂનાની ક્ષમતા ધટી અને વિશ્વામિત્રીમાં હજી ડ્રેનેજના પાણી છોડાઈ રહ્યા છે.
સ્ટ્રીટ વેન્ડર પોલિસી કાગળ પર
આ ચર્ચાને આગળ ધપાવતા જણાવ્યું કે, સ્ટ્રીટ વેન્ડર પોલિસીની વર્ષ 2013થી વાત કરીએ છીએ. વેન્ડર્સ કમિટી બની એનો 3 વર્ષનો સમય થઈ ગયો છે અને સર્વે પણ થઈ ગયો પરંતુ, હોકીંગ ઝોન કેમ બનાવાતા નથી? તેઓએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, પહેલા વિઝન-2020 ડોક્યુમેન્ટ બનાવ્યું ને સ્માર્ટ સીટીમાં 19 પ્રોજેક્ટ મંજૂર કર્યા હતા.
1 હજારથી વધુના વિકાસ કામો ચાલુ કરાયા
જોકે, મેયરે વિપક્ષના આક્ષેપો સામે જણાવ્યું કે, જે કામો લીધા છે તેમાં મહત્તમ પાણી-ડ્રેનેજના કામો ઉપરાંત ઓજી વિસ્તારના કામો લીધા છે. 1 હજાર કરોડથી વધુના કામો ચાલુ કરાયા છે. જેમાં કેટલાક પૂર્ણ થવાને આરે છે.
જમીન કપાતમાં કૌભાંડ
વડોદરા કોર્પોરેશનની મળેલી સામાન્ય સભામાં પૂર્વ વિપક્ષના નેતા અને સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્ષેપ કરતા કહ્યું હતું કે, સમા, દુમાડ, વેમાલી ટીપી સ્કીમમાં કરોડોની જમીનોમાં કોઈ જગ્યાએ માત્ર એક, બે, ચાર ટકા કે 10 ટકા જમીનનુ કપાત કરવામાં આવ્યુ તો સામાન્ય લોકોની 40 ટકા જમીન કાપી લઈને 1.50 લાખ ચો.ફૂટ જગ્યા ઓછી કાપી 100 કરોડનુ કૌભાંડ કર્યાનો આક્ષેપ કર્યો હતો. એક કીસ્સામાં તો ટીપી સ્કીમમાં જગ્યા વડોદરામાં કપાઈ અને તેની સામે તેથી વધુ જગ્યા અદાવાદમાં આપી તેવી રજૂઆત પણ કરી હતી. ટીપી સ્કીમો લોકો માટે બાગ, બગીચા, રોડ, રસ્તા,ખુલ્લા પ્લોટ મળે તે માટે બનાવીએ છીએ પરંતુ, આ સ્કીમમાં ઓછુ કપાત કરીને કરોડોનુ કૌભાંડ કરાયાનો આક્ષેપ તેણે કર્યો હતો.
.