સુરત41 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતના મગદલ્લા વિસ્તારમાં એક 28 વર્ષીય પરિણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યાનું પગલું ભર્યું છે. 2 વર્ષની દીકરી ઘર બહાર રમી રહી હતી અને માતાએ ઘરમાં જીવન ટૂંકાવી લીધું હતું. દીકરી માતાને લટકતી જોઈ રડવા લાગી હતી. જેથી પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. હાલ તો મહિલાએ મોબાઈલ ફોનનો બધો ડેટા ડિલીટ કરી દીધો હોવાથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

માસૂમ દીકરી સાથે માતાની તસવીર
બે દીકરીઓની મહિલા માતા હતી
સુરતના મગદલ્લા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના એપાર્ટમેન્ટમાં નટવર છગનભાઇ ગોહિલ પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની ચેતના, એક 7 વર્ષીય દીકરી અને એક 2 વર્ષીય દીકરી છે. નટવર ડ્રાઇવિંગની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સવારે નોકરી પર ગયા બાદ સાંજે ઘરે આવે છે. ત્યારે આજે સવારે ટિફિન લઈને નટવર ઘરેથી નોકરી પર નીકળી ગયો હતો. બપોરે મોટી દીકરી સ્કૂલે ગઈ હતી. ઘરે 2 વર્ષની દીકરી અને માતા ચેતના જ હતા. બપોરે નટવરે પત્ની અને દીકરી સાથે ફોન પર વાત પણ કરી હતી. દીકરી ઘર બહાર રમતી હતી અને માતાએ અગમ્ય કારણોસર હૂંક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીઘી હતી. દીકરીએ માતાને લટકતી જોઈ રડવા લાગી હતી. જેથી પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને પતિ નટવરને જાણ કરી હતી.
આત્મહત્યા પહેલા ફોનનો ડેટા ડિલીટ કરી દીધો
ચેતનાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે ચેતનાના ફોનનો તમામ ડેટા ડિલીટ કરી દીધો હતો. જેથી કંઈક અજુગતું થયું હોવાની આશંકા છે. જ્યારે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. જોકે હાલ આત્મહત્યાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી.
.