દાહોદ7 કલાક પેહલા
- કૉપી લિંક
દાહોદ શહેરમાં દિન પ્રતિદિન જાહેરમાં બાખડતા આખલાઓનો ત્રાસ ચરમ સીમાએ પહોંચી રહ્યો છે. ત્યારે દાહોદ શહેરના સોનીવાડમાં જાહેરમાં બાખડતા બે આખલાઓના યુધ્ધમાં કેટલાંક વાહનોને નુકસાન પહોંચ્યું હતું ત્યારે આખલાઓને લડતા રોકવા માટે સ્થાનીકો દ્વારા પાણીનો છંટકાવ કરવા છતાં કેટલીયે વાર સુધી જહેમત ઉઠાવવી પડી હતી.
રખડતા ઢોર અને બાખડતા આખલાઓ નાગરિકો માટે જોખમી
દાહોદ સ્માર્ટ સીટી હાલ પણ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે.તે પછી પાણી, રસ્તાઓ, પ્રાથમીક સુવિધાઓ વિગેરે જેવી અનેક સમસ્યાઓ સામે દાહોદવાસીઓ ઝઝુમી રહ્યાં છે. તેમાંય ખાસ કરીને દાહોદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તાની વચ્ચો વચ્ચે અડીંગો જમાવી બેસતા રખડતા પશુઓના ત્રાસથી શહેરવાસીઓએ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યાં છે. ખાસ કરીને આખલાઓના જાહેર રસ્તાઓ પર, સોસાયટીઓમાં યુધ્ધને પગલે શહેરીજનોમાં ભય જાેવા મળે છે. ભુતકાળમાં પણ આખલાઓના જાહેરમાં યુધ્ધના કારણે કેટલાંક વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી તો ઘણા વાહનોને નુકસાન સહિત કેટલીક દુકાનોમાં આ આખલાઓ લડતા લડતા ઘુસી જવાના બનાવો પણ બનવા પામ્યાં છે.
સ્થાનિકો પાણી છાંટીને થાકી ગયા
ત્યારે દાહોદ શહેરના સોનીવાડ વિસ્તારમાં જ આવા બે આખલાઓના જાહેરમાં યુધ્ધને કારણે સ્થાનીકોમાં ભય જાેવા મળ્યો હતો. આખલાઓના આ યુધ્ધને પગલે વિસ્તારમાં પાર્ક કરેલા કેટલાંક વાહનોને નુકસાન પણ થવા પામ્યું હતું. શહેરમાં આવા આખલાઓ અને જાહેર રસ્તાઓ પર અડીંગો જમાવતાં આવા પશુઓ અને તેમના માલિકો સામે કાર્યવાહી કરવા સામે તંત્ર હાલ પણ નિષ્ફળ નિવડી રહ્યુ છે. આ સમસ્યાનું હાલ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ તંત્ર લાવી શક્યુ નથી. આ સમસ્યાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જવાબદાર તંત્ર દ્વારા આ સમસ્યાનું સત્વરે નિવારણ લાવવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેરીજનોમાં ઉઠવા પામી છે.