- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- In Rajkot’s Lodhika, A Young Man Carrying Goods Illegally Seized Cattle On Agricultural Land, The Police Registered A Complaint And Took Action.
રાજકોટ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ જિલ્લાના લોધીકા ગામે ખેતીની જમીનમાં માલધારી શખ્સે કબજો કરી જમીનમાં પોતાના માલઢોર બાંધતો હોય જે જમીન ખાલી કરવાનું કહેવા છતાં ખાલી નહી કરતા અંતે કલેકટરના આદેશથી માલધારી શખ્સ સામે પોલીસે લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદીનાં નામે વેચાણ દસ્તાવેજ કર્યો
રાજકોટના 150 ફુટ રીંગરોડ મવડી ચોકડી પટેલનગર-7માં રહેતા રાખીબેન વનરાજસિંહ કામળીયા (ઉ.વ.37) એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નાગજીભાઇ ભીખુભાઇ ટોળીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના પતિ બાંધકામનો વ્યવસાય કરતા હોય બે વર્ષ પહેલા લોધિકા રેવન્યુ સર્વે નં. 229 પૈકીની જમીન મહેશભાઇ બાબુભાઇ દુધાત્રા પાસેથી ખરીદ કરી તા.7.09.2021ના ફરિયાદીનાં નામે વેચાણ દસ્તાવેજ કરી હક પત્રક અને 7/12માં નોંધ પડાવી હતી.
લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી ધરપકડ કરી
ઉપરોકત ખેતીની બાજુમાં વાડી આવેલ હોય જેમાં આરોપી પોતાના માલઢોર ચરાવતો હોય બાદમાં આરોપીએ ફરીયાદીની ખેતીની જમીન પર કબ્જો કરી તેમાં માલઢોર બાંધવા લાગ્યો હતો. અમે જમીન ખાલી કરવાનું કહેવા છતાં ખાલી કરતો નહોતો. આ બાબતે ફરીયાદીએ કલેકટર સમક્ષ ફરીયાદ અરજી કરતા આધાર પુરાવાના આધારે લેન્ડ ગ્રેબીંગ કમીટીએ તપાસના અંતે પોલીસને ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે લોધીકા પોલીસે માલધારી નાગજીભાઇ ટોળીયા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
.