In Rajkot, the industrialist fed up with the economic tyranny and ate the poisoned tea, Kalpant in the family; Wife’s allegation of taking the step due to the harassment of usurers | રાજકોટમાં કારખાનેદારે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ લીધા, પરિવારમાં કલ્પાંત; વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યું હોવાનું પત્નીનો આક્ષેપ

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Industrialist Fed Up With The Economic Tyranny And Ate The Poisoned Tea, Kalpant In The Family; Wife’s Allegation Of Taking The Step Due To The Harassment Of Usurers

રાજકોટ10 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

રાજકોટના કાલાવડ રોડ પર મેટોડા જીઆઈડીસીમાં કાસ્ટીંગનું કારખાનું ધરાવતાં કારખાનેદારે આર્થિક ભીંસથી કંટાળી ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં લોધીકા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મેટોડા જીઆઈડીસીમાં આવેલા ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતાં રામદેવભાઈ નાથાભાઈ ગોરડ (ઉ.વ.38) મેટોડા જીઆઈડીસીમાં કાસ્ટીંગનું કારખાનું ધરાવે છે. આજે વહેલી સવારનાં 8 વાગ્યાની આસપાસ પોતે પોતાના ઘેર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ કારખાને ગયા હતા. જ્યાં તેમની તબીયત લથડતાં કારખાનામાં કામ કરતાં શ્રમિકોએ 108ને બોલાવી સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડ્યા હતા. જયાં તેમનું ટુંકી સારવારમાં મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતા લોધીકા પોલીસની ટીમ સીવીલ હોસ્પીટલે દોડી આવી જરૂરી કાર્યવાહી કરી બનાવનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. મૃતક રામદેવભાઈને કોરોનાકાળ બાદ ધંધામાં મંદિ આવતાં આર્થિક ભીંસથી કંટાળી પગલું ભર્યાનું સામે આવ્યુ હતું. તેમજ તેમની પાસેથી પોલીસને એક સ્યુસાઈડ પણ મળી આવી હતી, જે કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે ‘હું રામદેવભાઈ ગોરડ, સોરી મોટાભાઈ હીરાભાઈ, હવે મારાથી ટેન્શન સહન નથી થતું’. પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્રી એક પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

તેમની પત્નિએ આક્ષેપ કર્યો હતો કે, તેમના પતિને ઘણા સમયથી વ્યાજખોરોના ધમકીભર્યા ફોન આવતા હોવાથી તેઓએ અંતે કંટાળીને અંતિમ પગલુ ભરી લીધુ હતું. ત્યારે પત્નીના આક્ષેપ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *