- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- In Rajkot, Rajgor Brahmin Youth Club Organized A Diaara Of Rajbha Gadhvi On The Occasion Of Rakshabandhan, And Rained Diram While Playing The Color Of Kasumbi.
રાજકોટએક કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના જાણીતા લોકગાયક કલાકાર રાજભા ગઢવી રાજકોટની મુલાકાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમના ઉપર રૂપિયાની સાથે-સાથે દીરામનો વરસાદ થતો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આજ રોજ રાજકોટ ખાતે રાજગોર બ્રાહ્મણ યુથ ક્લ્બ દ્વારા એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ દ્વારા લોકસાહિત્યની વાતો સાથે દુહા-છંદ લલકારી હાજર યુવા પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
રાજકોટમાં દુબઈ કરન્સી દીરામનો વરસાદ
રાજકોટ શહેરના પેડક રોડ પર આવેલ મનપા સંચાલિત અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે રાજગોર બ્રાહ્મણ યુથ ક્લ્બ દ્વારા રક્ષાબંધનનાં પવિત્ર તહેવાર નિમિતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું કે, જેમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને વિદેશની ધરતી ઉપર પણ ગીરના ઘરેણાં તરીકે જાણીતા લોકગાયક તેમજ સાહિત્યકાર રાજભા ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ખાતેનાં આ કાર્યક્રમમાં રૂપિયાનો તો વરસાદ થતો જ હતો પરંતુ, રૂપિયાની સાથે-સાથે હવે આજે રાજકોટમાં દુબઈ કરન્સી દીરામનો વરસાદ થતો જોવા મળ્યો હતો.
અગાઉ રુપિયા અને ડોલરનાં પણ વરસાદ થયા
અત્યાર સુધી કલાકારો ઉપર રાજકોટમાં રૂપિયા અને ડોલરનાં વરસાદ થયા છે પરંતુ, આજે રાજકોટમાં યોજાયેલા રાજભા ગઢવીના કાર્યક્રમમાં દીરામ ઉડતા નજરે પડ્યા હતા. રાજભા ગઢવી જયારે પોતાના સુરીલા કંઠે સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ કસુંબીનો રંગ ગીત ગાવાની શરૂઆત કરતા સાથે રાજકોટનાં એક યુવાનને જુસ્સો ચડતા તેમને રાજભા ગઢવી પર રૂપિયાના બદલે દીરામ ઉડાવવાનું શરૂ કર્યું હતું.
કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને સંત-મહંતોની પણ હાજરી
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહિ અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમની તમામ ખુરશીઓ ભરાઇ જતા યુવાનોએ નીચે બેસી રાજભા ગઢવીના ડાયરાની મોજ માણી હતી. સાથે જ આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ તેમજ સંતો-મહંતોની હાજરી પણ જોવા મળી હતી.
.