- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- In Rajkot, Husband Beat Up His Wife And Threw Her Out Of The House With 3 Children, The Family Sought Abhayam’s Help And Was Counselled.
રાજકોટ5 કલાક પેહલા
- કૉપી લિંક
અભયમ 181 મહિલા હેલ્પલાઇન પર રાજકોટની એક મહિલાનો ફોન આવ્યો હતો અને તેમને ત્રણ બાળકો સાથે તેમના સાસુ અને પતિએ ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલી હોવાની ફરિયાદ સાથે મદદ માંગવામાં આવી હતી. જે બાદ 181 ટીમના કાઉન્સેલર તૃપ્તિ પટેલ, મહિલા હોમગાર્ડ અનુશાબેન પરમાર અને પાયલોટ ધરમભાઈ સ્થળ પર પહોંચ્યા હતા.
સાસરિયાએ વહુને સ્વીકારવાની ના પાડી
સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું હતું કે, મહિલાને તેમના ત્રણ બાળકો સાથે તેમના સાસુ અને પતિએ 15 દિવસ પહેલા મારકૂટ કરી કાઢી મૂકવામાં આવેલી હતી. તેથી મહિલા તેમના બાળકો સાથે તેમના પિયર જતા રહ્યા હતા અને આજરોજ મહિલા તેમના ત્રણ બાળકો સાથે ફરી તેમના સાસરીમાં આવેલી હોય, પરંતુ તેમના સાસુ અને પતિ સ્વીકારવાની ના પાડતા હતા. જેથી મહિલાએ 181નો સંપર્ક કરી મદદ માંગી હતી.
સાસરીમાં પરિવાર સાથે પુનઃ:મિલન
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના પતિ કોઈપણ કામધંધો કરતાં નથી અને સતત માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે તેમના સાસુ મેણાટોણા મારતા તેમજ અપશબ્દ બોલતા હોય છે અને બાળકોને પણ સાચવતા ન હોય માટે અભયમ ટીમ દ્વારા મહિલાના પતિ અને સાસુનું લગભગ બે કલાક કાઉન્સેલિંગ કરવામાં આવેલું હતું. જેની નૈતિક ફરજ વિશે સમજાવી મહિલાના પતિને જવાબદારીનું ભાન કરાવ્યું અને હવે પછી બાળકો તેમજ મહિલાને ત્રાસ આપશે નહીં અને સાચવશે એવું જણાવ્યું હતું. તેમજ સાસુએ પણ સ્વીકાર્યું કે હવે પછી આવી ભૂલ કરશે નહીં. આમ, અભયમ દ્વારા મહિલાનું સાસરીમાં પરિવાર સાથે પુનઃ:મિલન કરવામાં આવેલું હતું.
.