- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- In Rajkot, 6 Days Ago, The Man Who Forcibly Entered The House Of An Elderly Woman With The Intention Of Stealing Was Caught, Two Women And Two Men Hatched A Conspiracy Together.
રાજકોટ6 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બુરખા પહેરી લૂંટના ઇરાદે ચોરીની ઘટનામાં પોલીસે બે મહિલા સહીત 4ની ધરપકડ કરી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મેમણ સમાજ સંચાલિત બાગેમદીના કોલોનીમાં 6 દિવસ પહેલા વૃધ્ધાના ઘરમાં ચોરીના ઈરાદે ઘુસી બુરખા ગેંગની બે મહિલા અને બે પુરુષોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચોરી કરવામાં સફળતા મળી ન હતી અને આસપાસના લોકો એકઠા થઇ જતા બુરખાગેંગ નાસી છૂટી હતી અને સામે આવેલ ઝાડી વિસ્તારમાં ઘૂસી ઝાડીમાં સંતાઈ ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બુરખાધારીઓ ચોરીના ઈરાદે બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસ્યા
બાગેમદીના કોલોનીમાં બપોરના સમયે કોલોનીમાં ગ્રાઉન્ડ ફલોરમાં રહેતા વૃધ્ધા ફાતમાબેન મેમણના ઘરમાં રોકડ રકમ અને સોનાના દાગીના હોવાની બાતમીના આધારે 5 વાગ્યે એક મહિલા અને બે પુરુષ માથે બુરખો પહેરી કોલોનીમાં પ્રવેશ્યા હતા. બ્લોક નંબર બી-2 રૂમ નંબર 3 માં વૃધ્ધા ફાતમાબેન દરવાજો ખોલતા બે બુરખાધારી પુરુષો ઘરમાં ઘુસી જઇ સાથે આવેલી મહિલા રેકી કરવા બહાર ઉભી રહી હતી પણ વૃધ્ધાના ઘરમાં રાડોના અવાજ આવતા સામેના બ્લોકમાં રહેતા રજીયાબેને સમયસૂચકતા વાપરી બહારથી આગળીયો મારી બાદમાં આ બુરખાધારી ગેંગની સાગરીત અને રજિયાબેનની દીકરીએ બહારથી મારેલ સ્ટોપર ખોલી નાખતા બન્ને બુરખાધારી શખ્સો ફરાર થઇ ગયા હતા. પોલીસે વૃધ્ધાના જમાઈ અને જુના કાપડનો ધંધો કરતા ઈરફાનભાઈ જુમાણીની ફરિયાદને આધારે તપાસ હાથ ધરી હતી.

આરોપી
ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલાયો
પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી બુરખાધારી ગેંગની મહિલા અને સમગ્ર ઘટનાને અંજામ આપનાર રૂકસાના ઉર્ફે રુકું દિલાવર હિંગોરને રાજકોટ ખાતેથી ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં આ ગેંગમાં સામેલ રહીશા ઉર્ફે શકીલ બુખારી, આમિર ઉર્ફે અમુ ધરાર અને અરબાજ બુખારીનું નામ ખુલતા તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી
ઘરમાં લૂંટ કરવા અંજામ આપ્યો
બુરખા ગેંગની મુખ્ય સાગરીત અને ઘટનાને અંજામ આપનાર રુક્ષાના તેમની બહેનપણી રહીશાને રમજાન માસમાં પૈસા બનાવવા માટે પ્લાન ઘડ્યો હતો. લાંબા સમયની તલાસ બાદ રહીશોએ તેની મકાનની સામે રહેતા વૃધ્ધા ફાતમાબેનના ઘરમાં રોકડ રકમ તેમજ સોનાના દનીનાનો મોટો દલ્લો મળે તેમ હોય તેથી તેના ઘરમાં લૂંટ કરવા અંજામ આપ્યો હતો. તેમાં રૂકસાનાના ઘર પાસે રહેતો અરબાજ અને તેની મિત્ર મીર આ ઘટનામાં સામેલ કરી ઘટનાને અંજામ આપ્યો હતો.

આરોપી
અગાઉ દારૂના કેસમાં પણ સંડોવણી
પોલીસે વધુમાં જણાવેલ બુરખાગેંગની મુખ્ય સાગરિતના પિતા દિલાવર અને તેના બન્ને ભાઈઓ અગાઉ ખુની હુમલા અને ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા છે. અરબાજ અગાઉ દારૂના કેસમાં સંડોવાયેલો છે તેમજ આ ગેંગની પડદા પાછળની સાગરીત રહીશાનો ઘરવાળો શકીલ બુખારી અગાઉ વરલી મટકામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું સામે આવ્યું છે.
.