- Gujarati News
- Local
- Gujarat
- Patan
- In Patan Rs. Sale Of Rakhis Ranging From 10 To 500 Rupees, Bolbala Of Rakhis With Lights And Music Including Chhotabhim, Little Krishna, Etc.
પાટણ15 મિનિટ પેહલા
- કૉપી લિંક
પવિત્ર રક્ષાબંધન પર્વના દિવસે પોતાના વીરા(ભાઈ) ની રક્ષા કાજે બહેનો દ્વારા રાખડી, રક્ષાસૂત્ર બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરાતી હોય છે. સામે પોતાની બહેનની દરેક તકલીફોમાં હિમાલયની જેમ અડગ ઉભો રહી તેની રક્ષા કરવાનું વચન આપી ભાઈ તેને જીવનપર્યતં નિભાવતો હોય છે. કાચા સુતરના તાંતણે નિભાવાતા આ અતૂટ બંધનના કારણે કદાચ આ પર્વને રક્ષાબંધન કહેવાતો હશે તેમ માનવું અતિશયોક્તિભર્યું નથી. ત્યારે પાટણની બજારમાં રૂ. 10 થી લઈ 500 રૂ સુધીની રાખડીઓનું ધૂમવેચાણ થઈ રહ્યું છે. છોટાભીમ, લિટ્લ ક્રિષ્ણા, સહિત લાઈટ અને મ્યુઝિકવાળી રાખડીઓની બોલબાલા જોવા મળી રહી છે.
પાટણમાં રક્ષાબંધન પર્વ માટેની રાખડીઓ, રક્ષાસૂત્રની ખરીદી કરવા અત્યારથી જ દુકાનો-લારીઓમાં ધસારો જોવા મળી રહ્યો છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ પાટણ ની બજારોમાં બહેનો દ્વારા પોતાના ભાઈની રક્ષા માટે રાખડીઓ લેવા માટે રાખડીઓની દુકાનો-લારીઓમાં ભીડ જોવા મળી રહી છે.
આ વખતે બજારમાં રાખડીની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે જેમાં અવનવા કલરના નાનામોટા ગોટાઓ, ડિઝાઇનેબલ, સુતર, રાજસ્થાની રાખડી, ડાયમંડ રાખડી, રુદ્રાક્ષ, સુખડની તેમજ ચાંદીની રાખડીઓનો ભારે ક્રેઝ છે. તો બાળકો માટે છોટાભીમ, લિટ્લ ક્રિષ્ણા, માયફ્રેન્ડ ગણેશા (ગણપતિ) સહિત લાઈટ અને મ્યુઝિકવાળી તેમજ બોલતી રાખડીઓની પણ બજારમાં સારી માંગ છે. હાલ બજારમાં 10 રૂપિયાથી માંડી 500 રૂપિયાની કિંમત સુધીની વિવિધ જાતની રાખડીઓ ઉપલબ્ધ હોવાનું રાખડીઓના વેપારીએ જણાવ્યું હતું.