હિંમતનગર37 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાબરકાંઠા એલસીબીએ સોમ મંગળવારની રાત્રિ દરમિયાન ઈડરના મણીયોર અને હિંમતનગરના આડાહાથરોલમાંથી દોઢ લાખનો દારૂ પકડ્યો હતો. જેમાં એક કિસ્સામાં ચાલક ઝડપાયો હતો. બીજા કિસ્સામાં ચાલક ફરાર થઈ ગયો હતો. શામળાજીથી રીંટોડા થઈ ગાંભોઈના માર્ગે કાર નં જીજે-04-ડીએન-7364માં દારૂ અમદાવાદ લઈ જવાઈ રહ્યો છે. એલસીબીની ટીમે પુનાસણમાં વોચ ગોઠવતા બાતમીવાળી કાર આવતાં રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ગાડીને ભિલોડા ધુલેટા તરફ ભગાવી મૂકી હતી પોલીસે પીછો કરતાં આડા હાથરોલની સીમમાં કાર ઉભી રાખી ભાગવાનો પ્રયાસ કરવા દરમિયાન ચાલક હાર્દિક બંસીલાલ પુરુષોત્તમદાસ સોલંકી(રહે.નરોડા હંસપુરા તા.દસક્રોઈ)ને ઝડપી પાડ્યો હતો
અને કારમાંથી રૂ.40,450ના દારૂ કબજે લઈ પૂછપરછ કરતાં તેની સાથેનો નરેશ બાબુ ઓડ (રહે એનાશણ ઠાકોર વાસ તા. દસકોઈ) ફરાર થઈ ગયા નું અને અમદાવાદના સમીર વિક્રમજી ગલાજી ઠાકોર (રહે એનાશણ ઠાકોર વાસ તા. દસકોઈ)ને દારૂ પહોંચાડનારનું જણાવાયું હતું. બીજા કિસ્સામાં ઈડર તરફથી કાર નંબર જીજે-27-કે-7347માં દારૂ ભરીને લઈ જવાઈ રહ્યો છે જેને પગલે મણિયોરના બસસ્ટેન્ડ નજીક રાત્રે વોચ ગોઠવતા બાતમીવાળી કાર આવતા ચાલકે કાર ભગાવી હતી પરંતુ પોલીસે પીછો કરતાં કાર મૂકી ચાલક ફરાર થઇ ગયો હતો. કારમાંથી દારૂની બોટલ નંગ- 621 કિં. 1,10,277નો જથ્થો મળ્યો હતો.
.