In Narol, instead of the corporation, Congress workers built a dilapidated road | નારોલમાં કોર્પોરેશનના બદલે કોંગ્રેસના કાર્યકરોએ બિસમાર રસ્તાનું પુરાણ કર્યું

Spread the love

અમદાવાદ41 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • કાદવમાં રિક્ષા પલટી ખાતા 10 વિદ્યાર્થીને ઇજા થઇ હતી

શહેરના નારોલના રંગોલી નગર હાઇફાઇ ચાર રસ્તા પાસે બિસમાર રસ્તાના કારણે ગંદકી અને કીચડ થતાં લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. ત્યારે ગુરુવારે એક સ્કૂલ રિક્ષા કિચડમાં પલટી મારતાં 10 થી વધુ વિદ્યાર્થીઓને ઇજા થઇ હતી. રસ્તાના સમારકામ અંગે સ્થાનિકોએ અનેક રજૂઆત કરી છતાંય મ્યુનિ તંત્ર કોઇ કામગીરી કરતું નથી. ત્યારે લાંભા વોર્ડ કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ શુક્રવારે આ હાઇફાઇ ચાર રસ્તાની આજુબાજુના ખાડામાં માટી અને રોડા નાંખીને પુરાણ કર્યું હતું.

શહેરના લાંભા વોર્ડમાં નારોલના રંગોલી નગર હાઇફાઇ ચાર રસ્તા પાસે બિસમાર રસ્તા અંગે સ્થાનિકો રજુઆતો કરીને થાકી ગયા. પરંતુ મ્યુનિ દ્વારા આ રસ્તાના સમારકામ મામલે કોઇ કામગીરી કરાતી જ નથી. રસ્તાના સમારકામમાં તંત્ર સાવ ઉદાસીનતા દાખવી રહ્યાનું ચિત્ર સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. જેના કારણે ગુરુવારે એક સ્કૂલ રિક્ષા પલટી મારતાં વિદ્યાર્થીઓને ઇજા થઇ હતી. આ બાબતને મ્યુનિ. તંત્રે ગંભીરતાથી ના લીધી એટલે લાંભા વોર્ડ કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ આગળ આવીને શુક્રવારે નારોલની હાઇફાઇ ચાર રસ્તા પાસેના બિસ્માર રસ્તામાં પુરાણ કરવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં પાવડા લઇને ખાડા પુર્યા હતા. કોગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, બિસમાર રસ્તામાં સ્કૂલ રિક્ષા પલટી મારવાની ઘટનાને 24 કલાકથી વધુનો સમય વિત્યો છતાંય મ્યુનિ.ના કોઇ નેતા કે અધિકારી રાઉન્ડ મારવા સુદ્ધંા આવ્યા નથી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *