In Metoda, tired of her husband, the wife swallowed the poison, the child also swallowed the poison while playing, the family is worried. | મેટોડામાં પતિથી કંટાળીને પત્નીએ ઝેરી દવા ગટગટાવી, રમતાં-રમતાં વધેલી દવા બાળકે પણ ગટગટાવતા પરિવાર ચિંતાતુર

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Metoda, Tired Of Her Husband, The Wife Swallowed The Poison, The Child Also Swallowed The Poison While Playing, The Family Is Worried.

રાજકોટ7 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકોટ નજીક પડધરી તાલુકાના મેટોડામાં રહી ખેત મજૂરી કરતી મુળ મધ્‍યપ્રદેશની મહિલાએ ગઇકાલે સાંજે ઝેરી દવા પી લીધી હતી. આ વખતે ઘરમાં રમી રહેલા આઠ વર્ષના તેના પુત્રએ પણ રમત રમતાં બોટલમાં વધેલી દવા પી લેતા બંને લોકોને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતાં. મેટોડા રમેશભાઇની વાડીમાં રહેતી 35 વર્ષીય શાંતિબેન સુરેશ બામણીયા અને 8 વર્ષીય પુત્ર હિતેષને રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. બંને ઝેરી દવા પી ગયાનું જણાવાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. જોકે પુત્ર હિતેષને બહુ અસર ન હોય તેથી પ્રાથમિક સારવાર બાદ રજા અપાઇ હતી. શાંતિબેને જણાવ્યું હતું કે, પોતાને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી છે. પતિ દારૂ પી મારકુટ કરી હેરાન કરતો હોવાથી કંટાળીને પોતે ઝેરી દવા પી ગઈ હતી. બાદમાં બાટલીમાં જરાક દવા વધી હતી તે પુત્ર પણ ભૂલથી પી ગયો હતો. પોલીસે હાલ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જમણા હાથે જનાવર કરડી જતા મોત
રાજકોટના ખોખડદડ પુલ પાસે જડેશ્વર સોસાયટીમાં રહેતાં 41 વર્ષીય દિનેશ ખીમજીભાઇ ચાવડાને રાત્રે કોઈ જનાવર કરડી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ અહીં સારવાર કારગત નીવડે તે પહેલા તેણે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો. દિનેશભાઇને રાતે બે વાગ્‍યા આસપાસ ગભરામણ થવા માંડતાં પરિવારજનોને જાણ કરતાં હોસ્‍પિટલે ખસેડાયા હતાં. તેમણે રસ્‍તામાં કહ્યું હતું કે, રાતે અગિયારેક વાગ્‍યે પોતાને જમણા હાથે કંઇક કરડી ગયાનો આભાસ થયો હતો પરંતુ ઉંદર હશે તેમ સમજી સુઈ ગયા હતાં. એ પછી રાતે બે વાગ્‍યે તબિયત બગડી હતી.જેને લઈને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર દિનેશભાઇ કંદોઇ કામ કરતાં હતાં. બે ભાઇ અને બે બહેનના મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

ઘેનની દવા પી લેતા તબિયત બગડી
રાજકોટના નાના મવા રોડ જીવરાજ પાર્ક પાસે લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતા 37 વર્ષીય કાજલબેન રાજેશભાઇ કોટેચા એ ઘેનની દવા પી લેતા તબિયત બગડતાં સિવિલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેણીના પતિ રિક્ષા ચલાવે છે અને સંતાનમાં બે પુત્ર છે. પરિવારજને જણાવ્‍યું હતું કે, અગાઉનો એક કોર્ટ કેસ ચાલુ છે તે પાછો ખેંચવા બાબતે ધમકી મળતી હોય જેથી આ પગલું ભર્યું હતું. પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીમારીથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કરી
રાજકોટ શહેરના 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક આદિત્‍ય પાર્ક-3માં રહેતાં 56 વર્ષીય હંસાબેન અરજણભાઇ લાઠીયા એ ગળે ફાંસો ખાઇ લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ હોસ્પિટલમાં સારવાર કારગત નીવડે તે પહેલા મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. આત્મહત્યા કરનારને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હૃદયની બિમારીથી કંટાળીને આ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

સોલારની પેનલો રિક્ષામાંથી ઉતારતા ચક્કર આવ્યા ને મોત
રાજકોટ RTO પાસે શિવમ્‌નગર-3 માં રહેતાં 51 વર્ષિય કાંતિભાઇ વિઠ્ઠલભાઇ જાદવ સવારે સાડા નવેક વાગ્‍યે 150 ફુટ રીંગ રોડ પર ગ્રાન્‍ડ વિક્‍ટોરીયા બિલ્‍ડીંગ ખાતે ગ્રાઉન્‍ડ ફલોરમાં સોલારની પેનલો રિક્ષામાંથી ઉતારતા હતાં, ત્‍યારે ચક્કર આવતાં નીચે બેસી ગયા ત્યારબાદ બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં, પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા મોત નિપજ્‍યું હતું. મૃતક ત્રણ ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને સંતાનમાં એક પુત્ર છે.

પ્રેમમાં યુવતીએ દવા પીધી
નાના મવા સર્કલ નજીક સત્‍યમ પાર્ટી પ્‍લોટ પાસે RMC ક્‍વાર્ટરમાં રહેતી 20 વર્ષિય કૈલાસ જેન્‍તીભાઇ રાઠોડ નામની યુવતિએ એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીના આત્મહત્યાના પગલાની જાણ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે બાદ આત્મહત્યાના બનાવને લઈને તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ સમક્ષ કૈલાસે જણાવ્‍યું હતું કે, પોતે ત્રણ બહેન અને બે ભાઇમાં નાની છે. પિતા ભંગારનો ધંધો કરે છે. પોતાને નજીકના સગા થાય છે તેવા ભગવતીપરાના યુવાન અજય સાથે બે વર્ષથી પ્રેમ હોય અને લગ્ન કરવા ઇચ્‍છતી હોય પરંતુ અજયના પરિવારજનો આ સગપણની ના પાડતાં માઠુ લાગી ગયું હતું. જેને લઈને એસિડ પી લીધું હોવાનું પોલીસે નિવેદન નોંધાવ્યું હતું.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *