- Gujarati News
- Local
- Gujarat
- Jamnagar
- In Jamnagar, He Said ‘Those Who Are Good For The Party Will Have To Make Room In The Organization For Those Who Are Not Able To Benefit The Party’.
જામનગર5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ શક્તિસિંહ ગોહિલે કૉંગ્રેસ કાર્યકર્તાઓમાં જોશ ભરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. કૉંગ્રેસે શરૂ કરેલી જન અધિકાર બાઈક રેલી આજે જામનગર આવી પહોંચી હતી. જામનગરમાં રેલી યોજ્યા બાદ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ શક્તિસિંહે કૉંગ્રેસના હોદેદારોને ગર્ભિત ઈશારો કરતા કહ્યું હતું કે, જે પક્ષ માટે સારો હશે તે મારો. પક્ષને ફાયદો ન કરી શકતા હોય એમને બીજા માટે સગઠનમાં જગ્યા કરવાની રહેશે.
કૉંગ્રેસના સંગઠનને લઈ સૂચન નિવેદન
જામનગરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતી સમયે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, અમે પ્રભારીઓની નિમણૂંક કરી છે. AICCના ઝોન સેક્રેટરી છે. કાર્યકર્તાઓને સાંભળશે.. લોકોની વાતના આધાર પર પ્રભારી અને સેક્રેટરી મારફત જે દરખાસ્ત આવશે. પ્રદેશ કૉંગ્રેસના કાર્યલાયમાં બેસી કોઈ નિર્ણય નથી લેવાનો. કાર્યકર્તાઓનો અવાજ શું છે તેના આધાર પર જ્યાં જરુરિયાત હશે ત્યાં ફેરફારો આવશે. કામ કરશે એમને ચોક્કસ સ્થાન મળશે. જે પક્ષ માટે સારો હશે તે મારો. જે પક્ષને ફાયદો ન કરી શકતા હોય એમને પક્ષમાં અન્ય માટે સંગઠનમાં જગ્યા કરવાની રહેશે.
ગેસના બાટલાના ભાવને લઈ ભાજપ પર પ્રહાર
શક્તિસિંહ ગોહિલે ગેસના બાટલાના ભાવ મામલે પ્રહાર કરતા કહ્યું કે, યુપીએ સરકારના સમયે ગેસના બાટલાનો ભાવ 400 થી 415 રૂપિયા હતા. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસના ઊંચા ભાવ હોવા છતા ભાવ વધવા દીધો ન હતો. જ્યારે ભાજપ સરકાર 1100 રૂપિયા બાટલાના લઈ રહી છે. હવે જ્યારં પાંચ રાજ્યોની અને સંસદની ચૂંટણી આવી રહી છે એટલે 200 રૂપિયા ઘટાડો કરી રહી છે. આવી જ સ્થિતિ પેટ્રોલ અને ડીઝલના ભાવની છે.
જન અધિકાર બાઈક રેલીમાં શક્તિસિંહની બુલેટસવારી
જામનગરમાં આજે શક્તિસિંહ ગોહિલ અને કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જનઅધિકાર બાઈક રેલી યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જામનગરના રસ્તા પર બુલેટ સવારી કરી હતી. આ સમયે મોટી સંખ્યામાં જામનગર કૉંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. શકિતસિંહ ગોહિલ આજે જામનગરમાં સૌપ્રથમ અહીંના સર્કીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં. એ વેળા ઉપસ્થિત કોંગ્રેસના મહાનુભાવોએ પુષ્પગુચ્છઆપીને સ્વાગત કર્યું હતું, તેમણે વધુ સ્વાગત અહીં નહીં કરવાની સૂચના આપી બુલેટ હંકારી તેઓ સીધા ગુલાબનગર પાસે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે પહોંચ્યા હતા અને અહીંથી કોંગી અને એનએસયુઆઇની બાઇક રેલીમાં જોડાયા હતા. ક્લેકટર કચેરી નજીક પહોંચ્યા બાદ પદયાત્રા કરીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, રેલીમાં પણ શક્તિસિંહની સાથે વિશાળ સંખ્યામાં કોંગીજનોની ઉત્સાહભરી હાજરી જોવા મળી હતી.