જામનગર10 મિનિટ પેહલા
- કૉપી લિંક
જામનગર શહેરમા દિગજામ સર્કલ પાસેથી મોબાઈલ ફોનમાં વાત કરીને જઈ રહેલા એક યુવાનના હાથમાંથી મોબાઈલ ફોન અને ગળામાં પહેરેલો સોનાનો ચેઇન ઝુંટવી લઇ બે અજ્ઞાત શખ્સો હવામાં ઓગળી ગયા હતા. જે અંગે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા રામાભાઈ અરજણભાઈ જાદવ નામનો યુવાન બુધવારે સમર્પણ સર્કલ નજીક ઓવર બ્રિજ પાસે મોબાઈલ ફોનમાં વાત કરી રહ્યા હતા, જે દરમિયાન ડબલ સવારી બાઇકમાં આવેલ બે ગઠિયાઓ ધસી આવ્યા હતા, અને તેઓએ રામભાઈના હાથમાંથી મોબાઇલ ફોન આંચકી લઇ તેમજ ગળામાં પહેરેલ 80,000 ની કિંમતનો સોનાનો ચેઇન આંચકી લઇ ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
આ ચીલ ઝડપના બનાવ અંગે રામાભાઇએ પોલીસમા ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન પો સબ ઈન્સ.વી એ પરમાર અને સ્ટાફના માણસો પોલીસ પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે ચિલ ઝડપ કરનારા બે આરોપીઓ હનુમાન ટેકરીથી સાતનાલા તરફ આવી રહ્યા છે. આથી પોલીસે વોચ ગોઠવી અને પ્રકાશ શ્યામભાઈ કોળી (રે. ખેતીવાડી પાસે ) તથા રાહુલ જીવણભાઈ ડાભી (રે.ખુલ્લા ફાટક પાસે દશામાના મંદિર નજીક)ને ઝડપી પાડ્યા હતા. અને તેઓના કબજામાંથી સોનાના ચેનના બે કટકા તથા મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા.