સાબરકાંઠા (હિંમતનગર)35 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિંમતનગરના અલગ અલગ વિસ્તારોમાં રોડ પર અજાણ્યા વાહનોની ટક્કરે છેલ્લા ત્રણ દિવસમાં 8 ગાયોના મોત નીપજ્યા હોવાને લઈને ગાયોને અકસ્માતમાં મોતથી બચાવવા માટે જીવદયા પ્રેમીઓએ ગાયના ગળાના ભાગે રેડીયમ પટ્ટીઓ લગાવવાની શરૂઆત કરી છે. ત્યારે રાત્રી દરમિયાન અલગ અલગ વિસ્તારમાં રોડ પર રખડતી 400 ગાયોને રેડીયમ પટ્ટી લગાવી છે.

હિંમતનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ સહકારીજીન, હડિયોલ રોડ, કાંકરોલ રોડ, મોતીપુરા, સાબરડેરી અને આરટીઓ, ધાંણધા સહિતના વિસ્તારોમાં રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે રાત્રી દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં ગાયોના મોત થયા હતા. જેને લઈને શહેરમાં 70 જીવદયા પ્રેમીઓની ટીમે અલગ અલગ વિસ્તારમાં સહકારી જીન, નવા રોડ, જિલ્લા પંચાયત, હડિયોલ રોડ અલગ અલગ ટીમોમાં જીવદયા પ્રેમીઓ મંગળવારે રાત્રે છ કલાક દરમિયાન રોડ પર રખડતી ગાયોના ગળાના ભાગે રેડીયમ પટ્ટી લગાવી હતી. તો રાત્રીના 9:30થી કામગીરી શરુ કરી હતી અને રાત્રીના 2:30 વાગે કામગીરી પૂર્ણ કરી હતી. આમ ગાય માતાને બચાવવા પહેલ શરૂ કરી છે.

આ અંગે હિંમતનગરના જીવદયા પ્રેમી ટીમના મિતુલ વ્યાસે જણાવ્યું હું કે, હિંમતનગરમા છેલ્લા 3 દિવસમા 8 ગાયોનો અકસ્માત દરમિયાન મૃત્યુ થયા છે. આ જાણી જીવદયા પ્રેમી ટીમ તથા રબારી સમાજના આગેવાનોએ દરેક ગાયોના ગાળામાં રેડિયમ લાગવાનું નક્કી કર્યું હતું. આ કામમા મંગળવારે રાત્રી દરમિયાન 70 ટીમમાં રબારી સમાજના અંદાજીત 50 જેટલા મિત્રોએ ખૂબ ભારે મહેનત કરી આ ગાયો પકડી ગાળામાં રેડિયમ લગાવવામાં જોડાયા હતા. જેથી ગાયોનો અકસ્માત થતા રોકી શકાય માટે શરૂઆત કરી છે. પ્રથમ દિવસે છ કલાકમાં રાત્રે 400 ગાયોને રેડીયમ પટ્ટી લગાવવામાં આવી છે. તો આજે પણ રાત્રે આ અભિયાન બીજ વિસ્તારોમાં કરવામાં આવશે.





