In Dahod’s Akshar-1, police raided late at 3 o’clock in the night, 6 nabiras were caught gambling, 1.60 lakh worth of money was seized. | દાહોદના અક્ષર-1માં મોડી રાતે ત્રણ વાગે પોલીસ ત્રાટકી, 6 નબીરા જુગાર રમતા ઝડપાયા, 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Dahod’s Akshar 1, Police Raided Late At 3 O’clock In The Night, 6 Nabiras Were Caught Gambling, 1.60 Lakh Worth Of Money Was Seized.

દાહોદ26 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દાહોદ શહેરના રાજ ટાવર પાસે અક્ષર વન ફલેટમાં રમાતા શ્રાવણીયા જુગાર પર ગતમોડી રાતે બી ડીવીઝન પોલિસે ઓચિંતો છાપો માર્યો હતો.પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. કુલ રૂપિયા 57 હજાર ઉપરાંતની રોકડ, પત્તાની કેટ તથા છ જેટલા મોબાઈલ ફોન મળી રૂપિયા 1,60,130ના મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો
શ્રાવણ માસ શરૂ થતાં જ દાહોદ શહેર સહિત જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. તેવા સમયે દાહોદ શહેરના રાજ ટાવર પાસે અક્ષર વન ફલેટમાં ધવલભાઈ સુનીલભાઈ અગ્રવાલના મકાનમાં શ્રાવણીયો જુગાર રમાતો હોવાની બાતમી દાહોદ બી ડીવીઝન પોલિસને મળી હતી. જે બાતમીના આધારે દાહોદ બી.ડિવિઝન પોલિસની ટીમ ગત મોડી રાતના સવા ત્રણ વાગ્યાના સુમારે રાજ ટાવર પાસે અક્ષર વન ફલેટમાં રહેતા ધવલભાઈ સુનીલભાઈ અગ્રવાલના મકાનમાં રમાતા શ્રાવણીયા જુગાર પર ઓચિંતો છાપો માર્યો હતો.

મોધા મોબાઈલ જપ્ત કરાયા,રોકડ રકમ પણ મળી આવી
જુગાર રમી રહેલા ઘરધણી ધવલભાઈ સુનીલભાઈ અગ્રવાલ, દાહોદ પ્રસારણ નગરમાં રહેતા સંતોષભાઈ બાબુલાલ ખંડેલવાલ, દાહોદ, ચાકલીયા રોડ, કાર્તિકેય સોસાયટીમાં રહેતા સ્મીથભાઈ નયનેશભાઈ શાહ, ગોવિંદનગર, લાલ ગોડાઉન પાસે રહેતા તરંગભાઈ અજયભાઈ પાટીલ, દાહોદ, ગોદીરોડ, ગુરૂકુપા સોસાયટીમાં રહેતા ઓમપ્રકાશ જયરામભાઈ લાલવાણી તથા દાહોદ નવકાર નગરમાં રહેતા ઉત્સવભાઈ જયેશભાઈ અગ્રવાલને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પર દાવપરથી રૂા. 25,260ની રોકડ, પકડાયેલા તમામ અંગઝડતીમાંથી રૂા.31,870ની રોકડ તથા રૂા. 103,000ની કુલ કિંમતના 6 મોબાઈલ ફોન તથા પત્તાની કેટ નંગ-1 મળી કુલ રૂા. 1,60,130ના મુદ્દામાલ કબજે લઈ જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *