In Ahmedabad, the family reprimanded the youth for a simple matter, jumped to his death from the fifth floor of the flat. | અમદાવાદમાં પરિવારે સામાન્ય બાબતે ઠપકો આપતાં યુવકને માઠુ લાગી આવ્યુ, ફ્લેટનાં પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી

Spread the love

અમદાવાદ5 કલાક પેહલા

  • કૉપી લિંક

અમદાવાદમાં એક યુવકે સામાન્ય બાબતે ફલેટમાંથી કૂદીને આપઘાત કરી લીધો છે. ફતેવાડીમાં રહેતા યુવકને પરિવારે કોઈ કારણોસર ઠપકો આપ્યો. આ ઠપકાનું માઠું લાગી આવતા યુવકે ફલેટના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

સોસાયટીનાં લોકો તુરંત જ નીચે દોડ્યા
ફતેહવાડી વિસ્તારમાં લક્ઝુરિયા વનમાં 20 વર્ષીય યુવકે પાંચમા માળેથી લગાવી મોતની છલાંગ લગાવી અને યુવકનું મોત નીપજ્યું. આ બનાવની જાણ થતાં સોસાયટીના રહીશો તુરંત જ નીચે દોડી આવ્યા હતા. લોકોએ પોલીસને જાણ કરાતા સરખેજ પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પાંચમા માળેથી કૂદીને છલાંગ લગાવી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવકે ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ બાદ યુવક કામધંધો કે આગળનો અભ્યાસ કરતો નહોતો, જેને લઇને યુવકને પરિવારજનોએ ઠપકો આપ્યો હતો. આ અંગે યુવકને માઠુ લાગી આવ્યું અને તેને એપાર્ટમેન્ટના પાંચમા માળેથી કૂદીને છલાંગ લગાવી હતી. સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *