Important meeting of farmers held in protest in Surat’s Hazira-Gothan railway line, petition will be filed in the High Court in the coming days. | હજીરા-ગોઠાણ રેલવે લાઈનના વિરોધમાં ખેડૂતોની મળી મહત્વની બેઠક, આગામી દિવસોમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Important Meeting Of Farmers Held In Protest In Surat’s Hazira Gothan Railway Line, Petition Will Be Filed In The High Court In The Coming Days.

સુરતએક કલાક પેહલા

  • કૉપી લિંક

ખાનગી કંપની દ્વારા હજીરા-ગોઠાણ વચ્ચે નવી રેલવે લાઇન નાખવાનાં વિરોધમાં આજ રોજ અસરગ્રસ્ત ખેડૂતોની મહત્વની બેઠક સુરતના જહાંગીરપુરા મુકામે આવેલ ખેડૂત સમાજની ઓફિસે મળી હતી. રેલવેના જાહેરનામા સામે ઓલપાડ પ્રાંતને કરવામાં આવેલ વાંધા અરજીનો હજી સુધી કોઈ સંતોષકારક જવાબ અથવા યોગ્ય ઉકેલ નહીં આવતા આ બેઠક કરવામાં આવી હતી. જ્યાં આગામી દિવસોમાં આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરવાની તૈયારી ખેડૂત સમાજ દ્વારા દર્શાવવામાં આવી છે.

ખેડૂત સમાજની હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારી
આ બેઠક અંગે ગુજરાત ખેડૂત સમાજનાં પ્રમુખ જયેશ પટેલ અને રમેશ ઓરમાંએ જણાવ્યું હતું કે, દોઢ મહિના અગાઉ ઓલપાડ પ્રાંતને જાહેરનામાં સામે રજૂ કરવામાં આવેલ વાંધા અરજીનો હજી સુધી કોઈ ઉકેલ નહીં આવતા આ બેઠક યોજવામાં આવી છે. ખેડૂતોની એક જ માગ છે કે, હયાત રેલવે ટ્રેક પરથી નવી રેલવે લાઇન લઈ જવામાં આવે. વાંધા અરજી અને ખેડૂતોની માગણીને ધ્યાનમાં ન લેવામાં આવે તો ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારી છે.

મીટિંગમાં જુદા-જુદા ગામના ખેડૂતો હાજર હતા
નવી રેલ્વે લાઈન નાખવાના કારણે 17 ગામના 250 જેટલા ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે. અસરગ્રસ્ત ખેડૂતોની જમીનમાંથી રેલ્વે લાઈન, ગેસ લાઇન, હાઇ-વે રોડ પસાર થતો હોવાથી અને ટાઉન પ્લાનિંગ એકટ હેઠળ 40 ટકા કપાત જવાથી ખેડૂતોને પાયમાલ થવાની ભીતિ છે. જેથી, આગામી 14 સપ્ટેમ્બરના રોજ ખેડૂતો વિશાળ સંખ્યામાં એકઠા થઇ રેલી સ્વરૂપે કલેકટરને આવેદન પાઠવી સરકારને રજૂઆત કરશે .આ મીટિંગમાં વરિયાવ, જહાંગીરપુરા, વિહેલ, વનકલા, આસરમાં, ઈચ્છાપોર, જહાંગીરપુરા, આસરમાં, ઈચ્છાપોર વગેરે ગામના ખેડૂતો બેઠકમાં હાજર રહ્યા હતા.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *