2 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટની વેબસાઈટ પર જઈને વકીલો હવે મહત્વના કેસને વહેલા લીસ્ટ કરાવી શકશે. આ માટે હાઇકોર્ટની વેબસાઈટ પર જઈને જમણી બાજુમાં આવેલ કેસ સ્ટેટસ લિંક પર ક્લિક કરતા જુદા-જુદા આઇકોન ખુલશે. જેમાં Early Listing નો આઇકોન હશે. તેની પર ક્લિક કરવાનું રહેશે.
ઓનલાઈન ફોર્મમાં કેસની વિગતો ભરી કરી શકશે અરજી
Early Listingના આઇકોન પર ક્લિક કરતા એડવોકેટનો કોડ માંગવામાં આવશે. જે નાખતા તેમના મોબાઈલ નંબર પર OTP આવશે. ત્યારબાદ એક નાનું ફોર્મ ખુલશે જેમાં કેસની વિગતો નાખીને તેને સબમીટ કરવાનું રહેશે. આ મુદ્દે બંને પક્ષના વકીલોને SMS અને ઇ-મેઇલથી વહેલા લીસ્ટિંગની અરજી થયાની જાણ કરવામાં આવશે.
કોર્ટના હકારાત્મક પગલાં
આ પ્રકારની ઓનલાઈન વિનંતી કોર્ટના ચાલુ દિવસોમાં સવારે 8થી 10 વચ્ચે જ થઈ શકશે. તેની સુનાવણી કયા જજની કોર્ટ સમક્ષ થશે તેની માહિતી પણ મળશે. કેસની અરજન્સી કોર્ટ નક્કી કરશે જે પ્રમાણે આગળની તારીખ અપાશે. જો વહેલી તારીખ નહીં અપાય તો કેસ સ્ટેટ્સમાં તેની આગળની લિસ્ટિંગ તારીખ બતાવશે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટ હાઇબ્રિડ હિયરિંગ, ઓટોલિસ્ટિંગ, જૂના કેસોને તારીખોની ફાળવણી વગેરે જેવા હકારાત્મક પગલાંઓ લઈ રહી છે.
.