દાહોદ33 મિનિટ પેહલા
- કૉપી લિંક
દાહોદમાં રહેતી 36 વર્ષીય મહિલાના વોટસએપ પર મેસેજ આવતા હતા. તેમને એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગી હોવાનું જણાવી મહિલા પાસેથી જુદા જુદા એકાઉન્ટમાં જુદી જુદી તારીખે કુલ મળી રૂપિયા 17 લાખ ઉપરાંતની માતબર રકમ ઓન લાઈન પડાવી લીધી હતી. ભેજાબાજે મેસેજ ડીલીટ કરી દેતા છેવટે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડાયમંડ સેટ,આઈ ફોન અને પાઉન્ડની લાલચ આપી
દાહોદ બુરહાની સોસાયટીમાં શિરીન એપાર્ટમેન્ટમાં રહેતા 36 વર્ષીય રશીદાબેન હુસેનભાઈ મનસુરભાઈ મુલ્લા મીઠાને ભેજાબાજો વોટસએપ પર જુદા જુદા નંબરો પરથી વોટસએપ પર મેસેજ કરતા હતા. વાઉચર નંબરો મોકલી વાઉચર નંબર સિલેક્ટ કરાવી રશીદાબેન મુલ્લામીઠાને ગિફટમાં એક ડાયમ્નડ સેટ, એક ગોલ્ડ સેટ, એક આઈફોન મોબાઈલ અને પાઉન્ડ મળી કુલ રૂપિયા એક કરોડ ચાલીસ લાખની લોટરી લાગી હોવાની લાલચ આપતા હતા. તેની સામે રુપિયા ટ્રાન્સફર કરવાનુ પણ જણાવતાં હતા.
વોટસએપ પરથી ભેજાબાજે મેસેજ ડીલીટ કરી દીધા
રુપિયા નહી મોકલો તો પોલસ પકડી જશે, તેવો ભય બતાવી રસીદાબેન પાસેથી તેના જુદા જુદા એકાઉન્ટમાંથી જુદી જુદી તારીખે રૂપિયા 17,01,600 નંખાવી રૂપિયા મેળળી લીધા હતા. તે ઈસમે વોટ્સએપ ઉપરથી મેસેજાે ડીલીટ કરી કોઈ ગિફટ ન આપી રશીદાબેન સાથે છેતરપીંડી કરી હતી.
આ સંબંધે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા રશીદાબેન હુસેનભાઈ મનસુરભાઈ મુલ્લામીઠાએ દાહોદ બી ડીવીઝન પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે ઈપિકો કલમ 406, 420, 384 તથા આઈ.ટી.એક્ટ કલમ 66સી, 66ડી મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.