IAS leave canceled and presented AMC Commissioner Akalaya over broken road-pavements, cleaning and stray cattle in Ahmedabad | અમદાવાદમાં તૂટેલા રોડ-ફૂટપાથ, સફાઈ અને રખડતાં ઢોરને લઇને AMC કમિશનર અકળાયા, સ્વસ્છતામાં શહેરને ટોપ 5માં રેન્કિંગ મળે તે માટે

Spread the love

અમદાવાદએક કલાક પેહલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવી અને રેન્કિંગ મેળવવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપી શહેરમાં યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી. મંગળવારે સવારે મ્યુનિસિપલ કમિશનર શહેરમાં રાઉન્ડ લેવા માટે નીકળ્યા હતા. સૂત્રો મુજબ પૂર્વ વિસ્તારમાં આવતા ઉત્તર ઝોનમાં સફાઇનો અભાવ, રોડ ઉપર ખાડા, તૂટેલી ફૂટપાથ-ડિવાઇર, રોડ પર રખડતાં ઢોર સહિતની સમસ્યાઓ જોવા મળી હતી. જેના પગલે મ્યુનિસિપલ કમિશનર સખત નારાજ થયા હતા, ઉત્તર ઝોનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.એમ ત્રિવેદી રજા ઉપર ગયાં હોય તેમની રજા કેન્સલ કરીને તેમને ફરજ ઉપર હાજર થવા કહી દીધું હતું તેથી તેઓ તાત્કાલિક હાજર થયા છે.

શહેરને ટોપ 5માં રેન્કિંગ માટે મહેનત
અમદાવાદ શહેરને સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ ટોપ 5માં રેન્કિંગ પ્રાપ્ત થાય એના પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઇજનેર, એસ્ટેટ, સીએનસીડી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને વિવિધ પ્રકારની જવાબદારી સોંપી હતી. મંગળવારે વહેલી સવારે કમિશનર એમ. થેન્નારેસન જ જુદાં જુદાં ઝોનનાં રાઉન્ડ લેવા નીકળ્યા હતા. ઉત્તર ઝોનમાં આવતાં નરોડા, સૈજપુર, ઠકકરબાપાનગર, બાપુનગર, સરસપુર સહિતના વિસ્તારોમાં રાઉન્ડ દરમિયાન તેમને આપેલી સૂચનાનું યોગ્ય પાલન થયેલું જોવા મળ્યું ન હતું. જેના પગલે કમિશનર ગુસ્સે ભરાયા હતા. ઇજનેર ખાતાનાં બે કર્મચારી તેમજ સોલીડ વેસ્ટ ખાતાનાં એક કર્મચારીને તાત્કાલીક શો કોઝ નોટિસ ફટકારવાની સૂચના સ્થળ ઉપર આપી દીધી હતી.

મેનેજમેન્ટ સહિતના કર્મીઓની કામગીરી યોગ્ય નહીં
જોકે, ઝોનનાં સિનિયર અધિકારીઓએ કમિશનરને સમજાવ્યા હતા. યોગ્ય કામગીરી બાબતે તેઓને બાંયધરી આપતાં તેમનો ગુસ્સો શાંત થયો હતો અને શો કોઝ નોટિસ આપવાની સૂચના રદ કરી હતી. મ્યુનિ. સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં કેટલાક ઝોનમાં ઇજનેર, એસ્ટેટ, CNCD અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના વિભાગો અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી યોગ્ય હોતી નથી. અધિકારીઓ વોર્ડમાં રાઉન્ડ લઈ તેઓ સૂચના આપે છે, પરંતુ નીચેના કક્ષાના કર્મચારીઓ પાસે આ બાબતે ઝડપી કામગીરી કરાવી શકતા નથી. વોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ ધ્યાન આપતા નથી. જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને મ્યુનિસિપલ કમિશનર આ બાબતે નારાજ થયા છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *