સુરત26 મિનિટ પેહલા
- કૉપી લિંક
- SD જૈનના કેમ્પસમાં જ પાર્ટી કરવા સૂચના હતી
- વિદ્યાર્થીઓએ બહાર ખાનગી હોલમાં આયોજન કર્યું હતું
વેસુ સ્થિત એડ.ડી. જૈન કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ફ્રેશર પાર્ટીનું આયોજન કરનાર ત્રીજા વર્ષના 6 વિદ્યાર્થીને કોલેજે ટર્મિનેટ કરી નાખ્યા હતા. આ અંગે શુક્રવારે એબીવીપીએ વિરોધ કરતા આખરે નોટીસ પરત લેવામાં આવી હતી.
નવા વિદ્યાર્થીઓ માટે બી.સી.એના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ વેસુના િનયોન ડિસ્ક હોલમાં ડીજે પાર્ટી અને જમણવારનું આયોજન કર્યું હતું, જ્યારે આચાર્યએ વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં જ આયોજન કરવા સૂચના આપી હતી. જોકે, વિદ્યાર્થીઓએ કોલેજ બહાર પાર્ટી યોજી હતી, જેથી સંચાલકોએ 6 વિદ્યાર્થીઓને ટર્મિનેટ કરવા નોટિસ ફટકારી હતી.
આ મામલે એબીવીપી પાસે આવતા તેમણે 23મીની રાત્રે જ કુલપતિના બંગલા પર જઇને વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોય હોવાની રજૂઆત કરી હતી. દરમિયાન શુક્રવારે એબીવીપીએ એસ.ડી. જૈન કોલેજમાં હોબાળો મચાવી ઉગ્ર વિરોધ કર્યો હતો અને આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જેથી સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને આપેલી ટર્મિનેટની નોટિસ પરત ખેંચી લઇને મામલો થાળે પાડ્યો હતો.
.