નવસારી9 મિનિટ પેહલા
- કૉપી લિંક
સમગ્ર દેશમાં મેરા મિટ્ટી મેરા દેશ નામનો કાર્યક્રમ પુર બહારમાં ખીલ્યો છે દરેક જિલ્લામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યો છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું હતું જેમાં ફાયર બ્રિગેડના જવાનોની સેવાની આવી હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આયોજિત આ કાર્યકમમાં શહેરના 8 સ્વાતંત્ર્ય સેનાની પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચાલુ વર્ષે શહેરમાં 2 વખત તોફાની પુર આવ્યો હતો. પાણીમાં ડૂબી રહેલા બે વિદ્યાર્થીઓ અને બે મહિલાઓને બચાવનાર ફાયરના જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત પ્રભાત ફેરી ,પોલીસ પરેડ ,તિરંગા યાત્રા, 75 વૃક્ષારોપણ અને નવસારી જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓની તકતીઓ લગાવવામાં આવી હતી.

