અમદાવાદએક કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદનાં બોપલ વિસ્તારમાં ફરી એકવાર તેજ રફ્તારનો કહેર જોવા મળ્યો છે. તેજ રફ્તાર કારે 3 ગાડીઓને મારી જોરદાર ટક્કરની ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા છે. તેજ રફ્તાર કારે અન્ય કારને અડફેટે લીધી છે. કારની સ્પીડ એટલી હતી કે એક કાર તો ચકરડુ ફરી ગઇ હતી. આ અકસ્માત બાદ કાર ચાલક થયો ફરાર થયો હતો. કાર ચાલક નશાની હાલતમાં કાર હંકારી રહ્યો હોવાનું સ્થાનિકોનું માનવુ છે.
સુરતમાં અમદાવાદ જેવી ઘટના સામે આવી
સુરતના પાલ વિસ્તારમાંથી મોડી રાત્રે અમદાવાદ જેવી ઘટના સામે આવી છે. મોડી રાત્રે 1 વાગ્યે પાલ વિસ્તારમાં આવેલા લાલ વિક્ટોરિયાની સામે બે કાર વચ્ચે ટક્કર થયા બાદ ઝઘડો થયો હતો. મોડી રાત્રિએ કારચાલક મૃગેશભાઈ બ્રહ્મભટ્ટ અને અન્ય કારચાલક દેવ આહીર નામના યુવક વચ્ચે અકસ્માત થયા બાદ તકરાર ચાલી રહી હતી. આ દરમિયાન દેવ આહીરને અકસ્માત કર્યા બાદ બહાર નીકળવાનું કહેતાં તે કારમાંથી બહાર નીકળ્યો નહોતો અને ત્યાંથી કાર પૂરપાટ ઝડપે હંકારી કાઢી હતી.