Hemchandracharya North Gujarat University, Patan, in the presence of Senate members, Swastik Women’s Arts and Commerce College, Palanpur, held an entrance ceremony. | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સેનેટ મેમ્બરોની હાજરી માં સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલનપુરનો પ્રવેશ ઉત્સવ યોજાયો

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Hemchandracharya North Gujarat University, Patan, In The Presence Of Senate Members, Swastik Women’s Arts And Commerce College, Palanpur, Held An Entrance Ceremony.

બનાસકાંઠા (પાલનપુર)16 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સોળગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ જ્યારે લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે ત્યારે તેને કંકુ ચાંદલાથી તિલક કરીને તેને વધાવવામાં આવે છે. તેમ અમારી કોલેજમાં પણ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ દીકરીઓને કંકુ ચાંદલાથી તિલક કરીને તેમને સાકરથી મો મીઠું કરીને તેમનો પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરાયું હતું. સંસ્થાના પ્રમુખ રમેશભાઇ દ્વારા દીકરીઓ ને જણાવવા માં આવ્યું કે, હવે ટકાવારીનો જમાનો ગયો અને હવે જમાનો આવ્યો છે સ્કીલ સંસ્કાર અને સહનશક્તિનો જીવનમાં આગળ વધવા માટે કોન્ટીટીના બદલે ક્વોલિટી તરફ આગળ વધજો. સ્વસ્તિક સંસ્કારોનું મંદિર છે ભૂલ થી પણ ખોટું પગલું ભરતા પહેલા પોતાના મા બાપ અને સ્વસ્તિક સામે એક નજર ચોક્કસ કરજો. અને તમામ દીકરીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ડૉ. હિતેશભાઈ ચૌધરી , ડૉ .સુરેન્દ્ર ગુપ્તા,D.G.P રમેશભાઈ વૈષ્ણવ સેનેટ મેમ્બર ગૌરાંગભાઈ પાધ્યા, પાર્થભાઈ બારોટ, સંદીપભાઈ દરજી, ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ ગામી, જીગ્નેશભાઈ ઈલાસરિયા, નવનીતભાઈ ભૂટકા, રોહિતભાઈ ગુરુદેવ કૃપા જવેલર્સ, નિયામક, મહેન્દ્રભાઈ પંચાલ, મણીભાઈ સુથાર, નેહલબેન પરમાર તેમજ તમામ આચાર્યઓ તથા કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓના વાલી પણ ઉપસ્થિત રહ્યા હતા.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *