Heavy collision between truck and turbo | પાટણના બાલીસણા નજીક સર્જાયેલા અકસ્માતમાં ટ્રકચાલકે ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા જેસીબીની મદદથી મહામહેનતે બહાર કઢાયો

Spread the love

પાટણ16 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પાટણ ઊંઝા હાઈવે રોડ ઉપર બાલીસણા નજીક ટ્રક અને ટર્બો વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં ચાલક ગંભીર રીતે ફસાયો હતો જેને પોલીસે ક્રેન અને જેસીબીની મદદથી બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

અકસ્માતની મળતી માહિત મુજબ પાટણથી રેતી ભરેલો ટર્બો નંબર Gj 24 x 1151 ઊંઝા તરફ જઈ રહ્યો હતો જ્યારે ઊંઝા તરફથી લોખંડની પાઇપો ભરેલી ટ્રક નંબર Gj 8 AU 2221 પાટણ તરફ આવી રહી હતી. આ બંને ટ્રકો બાલીસણા નજીક કેનાલના વળાંક પર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ટર્બો અને ટ્રક બંને સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટર્બો ચાલક પોતાનો ટર્બો મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે 108 ને જાણ કરાતા 108ના પાયલોટ દશરથભાઈ કુંભાર અને Emt જીતુભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ઇજાગ્રસ્તો ને સારવાર માટે ખસેડવામાં આ આવ્યા હતા.

તો અકસ્માતની જાણ થતાં બાલીસણા પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી.અકસ્માત એટલો ગમખબાર હતો કે ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ભંગાર બનેલા વાહનના સ્ટેરિંગના નીચેના ભાગે ડ્રાઇવર ના પગ ફસાયા હતા જેથી બાલીસણા પોલીસે જેસીબી અને ક્રેનની મદદથી ટ્રકનો આગળનો ભાગ કટીંગ કરીને ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર અર્થે 108 મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *