- Gujarati News
- Local
- Gujarat
- Surat
- He Got Ready To Go For A Walk And Died In Surat, An 8 year old Child Got A Convulsion While Putting His Hand In A Bucket Of Water In A Heated Bathroom
સુરત42 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરત શહેરમાં એક 8 વર્ષીય બાળકે રજાના દિવસે પિતા પાસે ફરવા જવાનો વ્હાલ કર્યોને મૃત્યુ નિપજ્યું છે. બાળકે પિતાને ફોન કરીને ફરવા લઈ જવા માટે કહ્યું હતું. પિતાએ બાળકને હા પાડીને તૈયાર થવા માટે કહ્યું હતું. તે સમયે બાથરુમમાં હીટરથી ગરમ પાણીની ડોલમાં હાથ નાખતા બાળકને જોરદાર કંરટ આવ્યો હતો. બાળકને કરંટ આવતા ત્યાં જ પ્રાણ પંખેરા ઉડી ગયા હતા. માસૂમ બાળકનું આ રીતે અવસાન થતાં પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો છે.
બાળક ધોરણ 3માં અભ્યાસ કરતો હતો
સગરામપૂરા વિસ્તારમાં આવેલી તલાવડી ખાતે મોહમ્મદ આસિફ શેખ પરિવાર સાથે રહે છે. આસિફભાઈ લગ્ન પ્રસંગોમાં ઘોડાગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 8 વર્ષીય દીકરો આકિબ શેખ સગરામપુરામાં જ આવેલી સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરી રહ્યો હતો. ગત રોજ રવિવારની સ્કૂલમાં રજા હોવાથી પિતાને ફોન કરી ફરવા લઈ જવા માટે કહ્યું હતું. જેથી પિતાએ તૈયાર થવા જણાવ્યું હતું, ત્યારબાદ એક બે વાર ફરી પિતા સાથે વાત કરી હતી. જોકે તેના થોડા સમયમાં જ પોતાને ફોન પર દીકરા આકિબને કરંટ લાગ્યો હોવાની જાણ કરવામાં આવી હતી.
હીટર મુકેલી પાણીની ડોલમાં હાથ નાખ્યો
પિતાને ફરવા જવાનું કહેતા આકિબ તૈયાર થવા લાગ્યો હતો. બાથરૂમમાં હીટરથી પાણી ગરમ થઇ રહ્યું હતું. હીટર મુકેલા ગરમ પાણીની ડોલમાં હાથ નાખતા આકિબને જોરદાર કરંટ લાગ્યો હતો. જેથી તેનું ત્યાં જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ તો પોલીસે નિવેદન નોંધી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
.