He cheated by taking six and a half crores from a businessman of Patan by saying that he has made a deal for an antique worth 35 thousand crores in a foreign country, but some money is lost. | ‘વિદેશમાં 35 હજાર કરોડની એન્ટિક વસ્તુનો સોદો કર્યો છે થોડા પૈસા ઘટે છે’ તેમ કહી પાટણના વેપારી પાસેથી પોણા છ કરોડ લઈ છેતરપિંડી કરી

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • He Cheated By Taking Six And A Half Crores From A Businessman Of Patan By Saying That He Has Made A Deal For An Antique Worth 35 Thousand Crores In A Foreign Country, But Some Money Is Lost.

પાટણ19 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં ભલભલાને વિચારમાં પાડી તેવી છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ચાર ભેજાબાજોએ વિદેશમાંથી એન્ટિક ચેર લાવવા 35 હજાર કરોડ રૂપિયાનો સોદો કર્યો હોવાની વાત કરી પૈસા ઘટી રહ્યા હોવાનું કહી પાટણના વેપારી પાસેથી પોણા છ કરોડ રૂપિયા લઈ છેતરપિંડી કરી હોવાની ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

શું છે સમગ્ર મામલો?
બનાસકાંઠાના ડીસાના રહેવાસી ત્રિકમાજી બારોટ નામના વેપારીને વર્ષ 2018માં ઉત્તમ ચૌધરી, આંબા પાંત્રોડ અને જાફરભાઈ નામના શખ્સોએ કહ્યુ હતું કે, તેમને એક વ્યકિત ઓળખે છે જેનું નામ સલીમ છે. તેના વિદેશમાં અનેક બિઝનેશ છે. અમે પણ તેમાં રોકાણ કર્યું છે. તમે પણ રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે. આ વાત થયા બાદ ભોગબનનાર વેપારીની સલીમ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. ત્યારે સલીમ કહ્યું હતું કે, તેને વિદેશમાંથી એન્ટિક વસ્તુ લાવવા માટે બહુ મોટો સોદો કર્યો છે. તે પરત લાવવા માટે તેને 8 કરોડ રૂપિયા ઘટે છે. જો તે રકમ તમે અમને આપશો તો હું તમને ચેક અને નોટરી કરી આપીશ. આ સમયે આરોપીઓએ સરકારી પ્રમાણપત્રોના બોગસ ડોક્યુમેન્ટ પણ બતાવ્યા હતા જેથી ત્રિકમાજીને થોડો ભરોસો બેસ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ અલગ અલગ જગ્યાએ આંગડીયા, રોકડા અને ચેકથી પૈસા લેવાની શરૂઆત કરી હતી. જે ત્રિકમાજી પણ આપતા રહ્યા હતા.

ચાર શખ્સો સામે 5.67 કરોડની છેતરપિંડીની ફરિયાદ
આ મામલે ત્રિકમાજી 5.67 કરોડ આપી દીધા ત્યારે ચારેય લોકો પર શંકા જતા પોતાનું વ્યાજ અને રૂપિયા પરત માગ્યા. પરંતુ, આરોપીઓએ પૈસા પરત કરવાનો ઈન્કાર કરી ધમકી આપતા ત્રિકમાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્રિકમાજી બારોટ દ્વારા અંતે આ મામલે ફારૂકી મહંમદસલીમ કાલુમીયા, ચૌધરી ઉત્તમભાઈ ઈશ્વરભાઈ, પાંત્રોડ આંબાભાઈ દાનાભાઈ અને જાફરભાઈ નામના શખ્સો સામે પાટણમાં ફરિયાદ નોંધાવી છે.

આ મામલે ડીવાયએસપીએ કહ્યું હતું કે, વેપારી દ્વારા ચાર શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલામાં વધુ આરોપીઓના નામ પણ ખુલ્લી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *