મોરબી7 કલાક પેહલા
- કૉપી લિંક
હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક ઇસમે યુવતીનું ફેક ઇન્સટાગ્રામ આઈડી બનાવી યુવતીના નામે બીભત્સ મેસેજ કરી બદનામ કરવાના ઈરાદે હેરાન પરેશાન કરી હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો છે.
હળવદ પોલીસ મથકમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી જેમાં વેગડવાવ ગામના રહેવાસી મહેશ રણછોડ વિધાણી નામના આરોપીએ ફરિયાદીનું ઇન્સટાગ્રામમાં ફેક આઈડી બનાવી પતિને તેમજ અન્ય સંબંધીને ફોટો અને બીભત્સ મેસેજ કર્યા હોય અને ફરિયાદીનો ફોટો પ્રોફાઈલમાં રાખી હેરાન પરેશન કરવા તેમજ બદનામ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે હળવદ પોલીસે ગુનો નોંધી આરોપી મહેશ રણછોડ વિધાણી વાળાને ઝડપી લીધો હતો. જે આરોપી એકતરફી પ્રેમ કરતો હોય અને પોતાના મોબાઈલમાં ફેક આઈડી બનાવી ફરિયાદીના સગા તેમજ પતિને બીભત્સ મેસેજ કરી બદનામ કરતો હોવાનું અરજી મળ્યા બાદ પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.