Gujarat High Court gave permission for abortion | સુરેન્દ્રનગરની 22 વર્ષીય યુવતી પર પાડોશી દ્વારા પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

Spread the love

2 કલાક પેહલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની 22 વર્ષીય યુવતી પર પાડોશી દ્વારા પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે સંદર્ભે સુરેન્દ્રનગરમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જો કે આ દુષ્કર્મથી પીડિતાને ગર્ભ રહી જતા તેણીએ એડવોકેટ નિમિત્ત શુક્લા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં ગર્ભપાત માટે મંજૂરી માંગતી અરજી કરી હતી.

હાઇકોર્ટમાં જજ સમીર દવેએ 22 ઓગસ્ટના રોજ આ અરજીના સંદર્ભમાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડટને ડોકટરોની પેનલ દ્વારા યુવતીની મેડિકલ તપાસ કરીને તેનો રિપોર્ટ 25 ઓગસ્ટ સુધી મોકલી આપવા જણાવ્યું હતું. સુરેન્દ્રનગર પોલીસ યુવતીને હોસ્પિટલ લઈ જશે તેવો પણ આદેશ કરાયો હતો. યુવતીની અરજીમાં રજુઆત કરાઈ હતી કે દુષ્કર્મથી યુવતી ખૂબ ભયભીત છે. તેના માનસ પર ગંભીર અસર થઈ છે. જે આ બાળકને રાખવા માંગતી નથી.

ત્યારે કોર્ટના આદેશ પ્રમાણે આવેલા મેડિકલ રિપોર્ટમાં જણાવાયું હતું કે 24 સપ્તાહ સુધીના ગર્ભનો ગર્ભપાત હિતાવહ છે. યુવતીને 26 સપ્તાહનો ગર્ભ હોવાથી તેનો ગાર્ભપાત ICU હોય તેવી હોસ્પિટલમાં જ થવો જોઈએ. અરજદાર યુવતીના વકીલે યુવતી અમદાવાદમાં હોવાનું જણાવતા ગર્ભપાત અમદાવાદની સરકારી હોસ્પિટલમાં થાય તેવી રજુઆત કરાઈ હતી. જે સંદર્ભે કોર્ટે સોલા સિવિલ હોસ્પિટલમાં ગર્ભપાતની મંજૂરી આપી હતી. ઉપરાંત સોલા હાઇકોર્ટ પોલીસ મથકના PI ને યુવતીનો ગર્ભપાત 28 ઓગસ્ટ સુધીમાં થઈ જાય તેવી વ્યવસ્થા કરવા આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અરજદારે અરજીમાં ગર્ભના ટીસ્યુની પણ માંગ કરી હતી. જેથી તેના DNA ટેસ્ટ મારફતે આરોપી સામે ટ્રાયલમાં પુરાવા સ્વરૂપે મૂકી શકાય, જેની પણ કોર્ટે મંજૂરી આપી છે. હાઇકોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં સુપ્રીમકોર્ટના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં જન્મ આપવાના મહિલાના અધિકાર વિશે વાત કરવામાં આવી હતી.

ઉપરાંત તાજેતરમાં જ એક ગર્ભપાતના મામલામાં હાઇકોર્ટ દ્વારા ચુકાદામાં વિલંબ કરાતા અરજદાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી. જ્યાં સુપ્રિમકોર્ટે હાઇકોર્ટને મહત્વનો સમય વેડફી નાખવા માટે ટકોર કરી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *