Gujarat government gifted connectivity of 10 new buses on the occasion of launch of new satellite bus stand in Rajkot. | રાજકોટનાં નવા સેટેલાઈટ બસ સ્ટેન્ડનાં લોકાર્પણ પ્રસંગે નવી 10 બસોની કનેક્ટિવિટીની ભેટ ગુજરાત સરકારે આપી

Spread the love

રાજકોટ7 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકોટમાં ભાવનગર રોડ પર નવા સેટેલાઈટ બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે, શહેર-જિલ્લાના નાગરિકોને દ્વારકા, સોમનાથ અને અન્ય વિસ્તારો માટે નવી 10 બસોની કનેક્ટિવિટીની ભેટ ગુજરાત સરકારે આપી છે. ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતા કહ્યું હતું કે, નવી બસો જન્માષ્ટમીથી ચાલુ કરાશે. આ સાથે તેમણે રાજકોટથી હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે પણ ટૂંક સમયમાં જ બસસેવા શરૂ કરવાની ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, નવા સેટેલાઇટ બસ સ્ટેશનથી રોજ કુલ મળીને 470 બસોના આવન-જાવનથી, વધુમાં વધુ નાગરિકો એસ.ટી. બસોની મુસાફરીનો લાભ લઈ શકશે.

વાંકાનેરના લોકોની સુવિધાઓમાં વધારો
વાંકાનેરના વતની રાજ્યસભાના સાંસદ બનતાની સાથે જ વાંકાનેરના લોકોને સુવિધામાં વધારો થાય તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વાંકાનેરના મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 19566 દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ આગામી 4 સપ્ટેમ્બર, 2023 થી વાંકાનેર સ્ટેશને દર સોમવારે સવારે 07.28 વાગ્યે આવશે અને સવારે 07.30 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19565ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ 8 સપ્ટેમ્બર, 2023 થી વાંકાનેર સ્ટેશને દર શુક્રવારે બપોરે 3.29 વાગ્યે આવશે અને 3.31 વાગ્યે ઉપડશે.

100 જેટલી ઈલેક્ટ્રિક બસો વધશે
રાજકોટ શહેરના રાજમાર્ગો પર આગામી સમયમાં વધુ 100 જેટલી ઈલેકટ્રીક બસો દોડતી થશે. સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં વધુ 100 ઈલેક્ટ્રિક બસો આવતા શહેરમાં ઈલેકટ્રીક બસોની સંખ્યા વધીને 250 જેટલી થશે. ઉલ્લેખનીય છે કે ઈલેકટ્રિક બસમાં પ્રતિ કિલોમીટર દીઠ રૂ.22નો ખર્ચ સરકાર આપી રહી છે. જયારે બાકીનો ખર્ચ મહાનગરપાલિકાને ભોગવવાનો રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક બસ અંગેની દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. ઇલેક્ટ્રિક બસ પ્રદુષણ રહીત હોય તેનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે.

છેલ્લા બે વર્ષમાં ​​​​​​​શ્વાનોની રસીકરણનો કાર્યક્રમ હાથ ધર્યો
​​​​​​​
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષમાં 6234 શ્વાનોને ખસીકરણ તેમજ 16445 શ્વાનોને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. આ કામગીરી કરતી એજન્સીની મુદત વધુ ત્રણ માસ લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં આ પ્રોજેકટ માટે એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં ખસીકરણ માટે પ્રતિ શ્વાન દીઠ રૂ.2250 અને હડકવા વિરોધી રસી માટે રૂ. 225ની રકમ આપવામાં આવે છે.

રૂ.146 કરોડની લોન/સહાય વિતરણ કરાઇ ​​​​​​​
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના 12 જિલ્લાઓના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના આશરે 4 લાખથી વધુ લાભાર્થીઓને રૂ.146 કરોડની લોન/સહાય વિતરણ કરાઇ હતી. આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આજે માત્ર એક રીમોટથી સમાજ સુરક્ષા, અનુસૂચિત જાતિ કલ્યાણ અને વિવિધ 11 નિગમોના લાભાર્થીઓને 146 કરોડની સહાય લાભાર્થીઓના ખાતામાં પહોંચી છે, જે પ્રધાનમંત્રી મોદીના વિઝનને આભારી છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ ધરાવતા ભારત દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા સમાજના અંતિમ છેડે બેઠેલા માનવીને પ્રથમ વિકાસ લક્ષ્ય તરીકે આગળ રાખ્યા છે, જેના થકી જ આજે અનેક લોકોના ઘરના ઘર, અનેક વિદ્યાર્થીઓના શિક્ષણના અને વિદેશ અભ્યાસના સ્વપ્ન સાકાર થયા છે. અને અનેક દીકરીઓ કોઇપણ પ્રકારના ભેદભાવ વગર આજે પોતાના સ્વપ્નોને સાકાર કરી રહી છે. કોમ્પ્યુટરાઈઝ ડ્રોનું લાઇવ ટેલિકાસ્ટ રાજયસરકારના પારદર્શક વહીવટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *