GSRTC drops physical challenge in conductor recruitment as disabled, court says – govt to give opportunity | GSRTCએ કંડક્ટરની ભરતીમાં ફિઝિકલ ચેલેન્જને ડિસેબલ કહી ડ્રોપ કર્યા, કોર્ટે કહ્યું- સરકારે આમને તક આપવી

Spread the love

અમદાવાદ32 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજેન્દ્ર શુક્લા, દિવ્યાંગોનાં વકીલ

ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ જે એસટી તરીકે ઓળખાય છે. એના દ્વારા કંડક્ટરની 3342ની ભરતી કરવાની હતી. એમાં ફિઝિકલી ચેલેન્જ જેને આપણે ડિસેબલ કહીએ છીએ. એવા વ્યક્તિઓને ચાન્સ આપવાનો હતો, પરંતુ એની જાહેરાતમા એ લોકોને ડ્રોપ કરવામાં આવ્યા હતા. એમને એપ્લાય કરવા માટે ડિસેબલ જાહેર કરવામાં આવ્યા હતા

ડિપાર્ટમેન્ટો આનો પ્રોપર અમલીકરણ કરતા નથી
દિવ્યાંગોનાં વકીલ રાજેન્દ્ર શુક્લાએ જણાવતા કહ્યું હતું કે, એના બદલ અમારી પાસે કાલે પાંચ વ્યક્તિઓ આવેલા. અને કહ્યું કે આ અમારી છેલ્લી તારીખ છે. કાલે રાતે મેટર ડ્રાફ્ટ કરી અને આજે ફાઈલ કરી દીધી, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 15742 અને અમારા વતીથી સાયબરભાઈ પટેલ એપીયર થયા, એ મેટર ચાલી ગઈ અને નામદાર હાઈકોર્ટે સૂચના આપી કે આ બધાની અરજીઓ અને ફોર્મ લઈ લેવા, અને એ પ્રમાણે રિક્રુટમેન્ટની પ્રોસેસમાં એમને સામેલ કરવા, એટલે આ બહુ મોટી જીત છે ડિસેબલના માણસોને અને વધારામાં કીધું કે જેટલા માણસો ડિસેબલ હોય એ નામદાર સુપ્રિમ કોર્ટનો ચુકાદો છે. કે રાજ્ય સરકારે એ લોકોને તક આપવી, અને રાજ્ય સરકારે પણ સૂચનાઓ આપેલી છે, પણ કમનસીબે આ ડિપાર્ટમેન્ટો આનો પ્રોપર અમલીકરણ કરતા નથી એની સામે આ વિજય છે.

વાદી-પ્રતિવાદીની રજૂઆત તથા આધાર-પુરાવા ધ્યાને રાખી નીચે મુજબનો હુકમ કરવામાં આવ્યો

વાદી તથા પ્રતિવાદીની રજૂઆત જોતા વાદી દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી છે, તેને ધ્યાને લેતા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંકઃ SJED/DIA/e-file/17/2023/1761/CHH-1 તા.06/09/2023ના રોજ કરવામાં આવેલા. જેમાં both arm and both leg દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને જે તે સંવર્ગની ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણવા જણાવેલું છે, તેમજ તે ઠરાવના પેશ નં.3માં જણાવેલું છે કે, આ ઠરાવની અમલ દરેક વિભાગોએ તેમની હવે પછીની દરેક ભરતી પ્રક્રીયામાં કરવાનો રહેશે. તેમજ હાલમાં જો કોઈ ભરતી પ્રક્રિયા ચાલુ હશે અને કોઈ both arm and both leg પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારે સામાન્ય કેટેગરીમાં કે અન્ય પ્રકારની દિવ્યાંગતાની કેટેગરી હેઠળ અરજી કરી હોય, તો પણ તેઓને ભરતી પ્રક્રિયા માથી પસાર થવાની મંજુરી આપવાની રહેશે.

કાર્યવાહીનો અહેવાલ દિન-2માં કોર્ટને મોકલી આપવા હુકમ
આમ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ મુજબ વાદીઓની અરજી મંજુર કરી સદર ઠરાવનો અમલ કરી both arm and both legની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો પણ કંડક્ટરની ભરતીનું ફોર્મ ભરી શકે, તેવી વ્યવસ્થા ગોઠવી જાહેરાત પ્રસિદ્ધ કરી કાર્યવાહીનો અહેવાલ દિન-2માં અત્રેની કોર્ટને મોકલી આપવા હુકમ કરવામાં આવ્યો છે.

એક નવો ઠરાવ પરિપત્ર પસાર કરવામાં આવ્યો
ભરતીમાં જરૂરી એવું કંડક્ટર લાઇસન્સ પણ ધરાવે છે. વધુમાં જણાવેલું છે કે, ગુજરાત 39 રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા કંડક્ટરની ભરતી અંતર્ગત લોકોમોટર દિવ્યાંગતાના પેટા પ્રકાર એક હાથે અને એક પગે દિવ્યાંગ વ્યક્તિઓને બાકાત રાખવામાં આવ્યા છે, જે ખરેખર અન્યાય છે. તાજેતરમાં જ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એક હાથે અને બંને પગે વિકલાંગ વ્યક્તિઓ માટે એક નવો ઠરાવ પરિપત્ર પસાર કરવામાં આવ્યો હતો.

ભરતીની જાહેરાતમાં ન દર્શાવીને અન્યાય કર્યો
જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, એવી પોસ્ટ કે જેમાં બંને પગે અને બંને હાથે દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓ કાર્ય કરી શકવાને સક્ષમ હશે તો તેઓને મેડિકલ બોર્ડ/ટીમના અભિપ્રાય અનુસાર આવી પોસ્ટ માટે અરજી કરવાને લાયક ગણવામાં આવશે. તે કંડક્ટરની પોસ્ટ માટે જરૂરી તમામ લાયકાત અને યોગ્યતા ધરાવે છે, પણ તેમની દિવ્યાંગતાને GSRTCની કંડક્ટરની ભરતીની જાહેરાતમાં ન દર્શાવીને અન્યાય કર્યો છે. તેવી વિનંતી રજૂઆત કરેલી છે.

  • કંડકટરની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ થયાની તા.5.8.2023 અને કુલ જગ્યાઓ 3342 અને દિવ્યાંગો માટે અનામત જગ્યાઓ 132
  • ‘સી’ કેટેગરી (લોકો મોટર ડીસેબીલીટી) ના પેટા પ્રકાર ઓ.એલ. (એક પગે વિકલાંગતા), ઓ.એ. (એક હાથે વિકલાંગતા), એસ.ડી. (કરોડરજ્જુની ખામી) અને એસ.આઈ. (કરોડરજ્જુની ઈજા)ને બાકાત રાખવામાં આવ્યા
  • તા.05.08.2023ના રોજ સદર બાબતે કોર્ટ ઓફ કમીશનર (દિવ્યાંગ વ્યક્તિઓના)ને ઈમેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી
  • કોર્ટ ઓફ કમીશન (દિવ્યાંગ વ્યક્તિઓ)એ તા.21.08.2023 ના રોજ સદર કેસની સુનાવણી હાથ ધરવામાં આવી. તેના ચુકાદામાં કમીશનરે જે તે વિકલાંગતાના પ્રકારો ઉમેરવા માટે આદેશ આપવામાં આવ્યો. જેના જવાબમાં પ્રતિવાદી તરીકે હાજર રહેલા જી.એસ.આર.ટી.સી.ના પ્રતિનિધિ દ્વારા દિવસ-2માં અમલ કરવાનું આશ્વાસન આપ્યું હતું. જેનો આજ દિન સુધી અમલ થયેલો નહીં.
  • એક હાથે, એક પગે, કરોડરજ્જુની ખામી અને કરોડરજ્જુની ઈજાની વિકલાંગતા ધરાવતા ઉમેદવારો કંડક્ટરની પોસ્ટ માટે લાયક ઠરતા હોવાથી જે તે જિલ્લાની આર.ટી,ઓ, દ્વારા કંડક્ટરનું લાઈસન્સ પણ આપવામાં આવ્યું
  • સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા તા.09.06.2023ના રોજ ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો, કે એવી કોઈ પણ પોસ્ટ કે જેમા ફીલ્ડ વર્ક રહેલુ હોય તો એમાં બન્ને હાથે વિકલાંગતા અને બીજા પગે વિકલાંગતા ધરાવતા ઉમેદવારો મેડીકલ બોર્ડના અભિપ્રાય મુજબ અરજી કરવાને પાત્ર છે
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.06.09.2023 છે, પરંતુ કોર્ટ ઓફ કમીશનના હુકમનો અમલ થયેલો નહીં, જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન નં.15742/2023 દાખલ કરેલ અને તેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે અરજદારોને ઉમેદવારી નોંધાવવા માટે જી.એસ.આર.ટી.સી.ને ફોર્મ સ્વીકારવા માટે ડાયરેક્શન આપતો વચગાળાનો હુકમ કરેલો છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *