પંચમહાલ (ગોધરા)42 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોધરા શહેરના રક્ષણ રોડ ગુહ્યા મહોલ્લા યુવા કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશની આઝાદીમાં પોતાની પ્રાણની આહૂતિ આપનાર વીર શહીદ જવાનોની યાદમાં આજરોજ મુસ્લિમ સમાજના નવયુવાનો અને અગ્રણીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. જે ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર આકર્ષણ જમાવ્યું હતું.
ગોધરા શહેરના રક્ષણ રોડ ગુહ્યા મોહલ્લાની યુવા કમીટી દ્વારા આયોજીત દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં શહેરના ઉધોગપતિ હાજી ફીરદોસ કોઠી સામાજીક આગેવાન રમજાની જુજારા અને મુસ્લિમ સમાજના યુવાનેતા અનસ અંધી અને મેહબુબ બક્કરની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આજરોજ ગોધરા શહેરના સવાર 9:30 વાગ્યે નીકળેલી તિરંગા યાત્રા શહેરની પોલીસ ચોકી- 2થી શરૂ થઈને પોલન બજાર, ગીદવાણી રોડ, બસ સ્ટેન્ડ, ચર્ચ વિસ્તાર સહિત પાંજળાપોળ વિશ્વકર્મા ચોક અને સાથરીયા બજાર થઈ ચોકી નં 2 પર પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
આ તિરંગા યાત્રામાં શહેરના તમામ યુવાનો જોડાયા હતા. વિવિધ વેશભૂષા અને હાથમાં તિરંગા સાથે સમગ્ર વાતાવરણને તિરંગામય કરી દિધો હતો. આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે ગોધરા શહેરના રક્ષણ રોડ ગુહ્યા મહોલ્લાની યુવા કમીટીએ ભારે જહેમત ઉઠાવી હતી.