Government decided to provide 10 hours electricity to Narmada district | નર્મદા જિલ્લાને 10 કલાક વિજળી આપવા સરકારે નિર્ણય કર્યો

Spread the love

નર્મદા (રાજપીપળા)27 મિનિટ પેહલા

  • કૉપી લિંક

હાલ ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાતા ખેડુતોને ખેતીનો ઉભા પાક બચાવવા માટે ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના 14 જીલ્લાઓમાં વીજ જોડાણમાં 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો હતો.

આ તમામની વચ્ચે આદીવાસી બહુલ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાનો આમા સમાવેશ ન કરતાં જિલ્લાના ખેડુતોમાં ભારે રોષ ફેલાયો હતો. જિલ્લાના ખેડુતોની તકલીફ જોઈ નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખે મંત્રી કનુ દેસાઈને પત્ર લખી જણાવ્યું હતુ.

રાજ્યમાં વરસાદ ખેંચવાના કારણે નર્મદા જિલ્લાના ખેડૂતોને મુખ્ય પાક કેળા, કપાસ, શેરડી સહિતના પાકોમાં વધુ પાણી જોઈતું હોવાથી પાકને નુકશાન થઈ રહ્યું છે. જેથી નર્મદા જિલ્લાના ખેડુતોના ઉભા પાકને બચાવવા માટે સિંચાઈ માટે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવા વિનંતી છે.

ડો.દર્શના દેશમુખની રજુઆતને પગલે સરકાર નર્મદા જિલ્લાને વધુ વીજળી આપશે એવી આશા બંધાઈ હતી. ત્યારે હવે ગુજરાત સરકારે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શના દેશમુખની રજૂઆત બાદ નર્મદા જિલ્લાને પણ સિંચાઈ માટે 10 કલાક વિજળી આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારનાં આ નિર્ણયને પગલે જિલ્લાના ખેડુતોમાં આનંદની લાગણી પણ છવાઈ છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *