અમદાવાદ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
- બાળકના ઉછેરમાં સહાનુભૂતિ અને પ્રેમ ખૂબ મહત્વના છે
- ડો.મંજૂલા પૂજા શ્રોફની પેરેન્ટિંગ આર્ટ પર બુક લોન્ચ કરાઈ
નોવોટેલ ખાતે ઓથર અને એજ્યુકેટર ડો.મંજૂલા પૂજા શ્રોફની બુક ‘બેબી સ્ટેપ્સ ટુ બીગ ડ્રીમ્સ’નું લોન્ચિંગ થયું. પેરેન્ટિંગ અને તેની આર્ટ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, “રાજસ્થાનના કોટામાં છેલ્લા પાંચેક મહિનામાં 20થી વધુ સૂસાઈડ કેસ થયા. આપણે ટિચર કે પેરેન્ટસ તરીકે સારા માર્કસ આવે તો જ લાઈફ બને છે તે નથી શીખવવાનું. આજે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે પેરેન્ટિંગને લઈને ઘણી ચેલેન્જ આવી રહી છે. આ બધા વચ્ચે સંતાન ભાવનાત્મક રીતે મજબૂત બને અને તેનો સંતુલિત વિકાસ થાય તે જરૂરી છે.’ બુક વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘આ પુસ્તકમાં દરેક એજ ગ્રુપનાં પેરેન્ટસ કે જેઓ બાળકના સ્ટેપ બાય સ્ટેપ વિકાસની પ્રોસેસ સાથે સંકળાયેલા છે તેમના પાસા અને અનુભવોનું વર્ણન કરે છે. જે પેરેન્ટ્સને પ્રેમ અને માર્ગદર્શન, તર્ક, સંવાદ સાથે ઉછેર કરવામાં મદદ કરશે.
એજ્યુકેટર તરીકે વિદ્યાર્થીઓને ઓળખવાની, સમજવાની અને તેમના જીવનને સંવર્ધન કરવાની તક મળી છે જે મારી માટે અમૂલ્ય છે. આ બૂક દ્વારા મેં પેરેન્ટસ સાથે એવા સંવાદો કર્યા છે જે બાળકોને સહાનુભૂતિ અને પ્રેમપૂર્વકના ઉછેરમાં મહત્વના સાબિત થશે. બાળકના વિકાસ અંગે ઉંડી સમજ વ્યક્ત કરીને વિવિધ પડકારો અને ચિંતાઓનું નિરાકરણ કરવાનો આ પ્રયાસ છે. > ડો.મંજૂલા પૂજા શ્રોફ, એજ્યુકેટર અને ઓથર
.