સુરત43 મિનિટ પેહલા
- કૉપી લિંક
27થી 30 ઓગસ્ટ રક્ષાબંધન સુધી ખરીદી કરવા માટે દિવસ શુભ છે. ઘરેણા, વસ્ત્ર, ઘર-જમીન વગેરે ખરીદવા શુભ દિવસ ગણવામાં આવ્યા છે નક્ષત્રોના આધારે ખરીદી કરનાર વ્યક્તિનાં જીવનમાં અનેક ગણી ખુશી જોવા મળશે.
27 ઓગસ્ટ પુત્રદા એકાદશી વસ્ત્ર ઘરેણા ખરીદવા માટે શુભ ગણવામાં આવે છે. રવિવારની સાથે પુરવા શાધા નક્ષત્ર હોવાથી પ્રિત યોગ બને છે સંબંધો પ્રગાઢ બનાવવા માટે શુભ દિવસ ગણાય મિત્રો અને સગા સંબંધીઓને ભેટ આપવા માંગતા હોય તો સારો દિવસ છે.
28 ઓગસ્ટ સોમ પ્રદોષ વ્રત આ દિવસે ઉતરાણ શાઢા નક્ષત્ર સાથે સોમ પ્રદેશ વ્રત છે જે પુણ્ય પ્રદાન કરે છે. સ્થાવર મિલકત મકાન પ્લોટ ખેતી જમીન ખરીદવાનો નિર્ણય લાભદાયી બની શકે છે.
29 ઓગસ્ટ શ્રવણ નક્ષત્ર આ દિવસે શ્રવણ નક્ષત્ર હોવાથી ચાંદીની ખરીદી ફાયદાકારક છે જમીન સંબંધી કાર્યોના નિર્ણય લેવા ઉત્તમ છે.
આજે નિજ શ્રાવણનો પ્રથમ સોમવાર
30 ઓગસ્ટે રક્ષાબંધન
સવારે 11:00 વાગ્યા પછી પૂર્ણિમા શરૂ થાય છે પરંતુ ભદ્રા હોવાના કારણે રાત્રે 9:00 વાગ્યા બાદ બહેન-ભાઈને રાખડી બાંધી શકશે. આ દિવસે ધનિષ્ઠા મંગલ નક્ષત્ર છે દિવસ પર રહેશે તેમાં શુભ કાર્યો માટે આભૂષણ સાથે વ્યાપાર અને ખરીદી કરી શકાય છે જમીન સંબંધી નિર્ણય પણ લાભદાયી છે .
સૌભાગ્ય એશ્વર્યાની સાથે સંબંધોમાં થશે પ્રેમની વૃદ્ધિ, ઘરેણા-વસ્ત્ર, જમીનની ખરીદી માટે શુભ
શ્રાવણના પ્રથમ સોમવારે શહેરના દરેક શિવાલયમાં હર હર મહાદેવ ભક્તોની ભીડ જોવા મળશે છું કે આ વખતે અધિક માસ પણ શ્રાવણ હોવાના કારણે છેલ્લા એક મહિનાથી શિવ મંદિરોમાં પૂજા અભિષેક વગેરે થતું હતું ભક્તોની ભીડ પણ જોવા મળતી હતી. પરંતુ નિજ શ્રાવણનો પ્રથમ સોમવાર હોવાના કારણે વધારે ભીડ જોવા મળશે. ઘણી બધી સંસ્થાઓ દ્વારા કાવડ યાત્રાના આયોજન કરાય છે.
.