પંચમહાલ (ગોધરા)9 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજ્ય પોલીસવડા દ્વારા રાજ્યના પોલીસ વિભાગના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને હવે ખુદ પોલીસને પણ ટ્રાફિકના કાયદા તેમજ નિયમોનું સંપૂર્ણ ચૂસ્તપણે પાલન કરવાના આદેશ કરવામાં આવ્યો છે. ગોધરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી બહાર ખાસ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રાફિકના નિયમોના ભંગ કરતા પોલીસ કર્મીઓને દંડ કરવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્ય પોલીસવડા દ્વારા ટ્રાફિક નિયમોનો પોલીસે પણ પાલન કરાવવાના આદેશ બાદ ગોધરા શહેર અને જિલ્લા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવીને કુલ 23 પોલીસ કર્મીઓને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા મેમા આપીને કડક કાર્યવાહી કરતા પોલીસ આલમમાં ફફડાટ પેસી ગયો છે. રાજ્ય પોલીસવડાના ટ્રાફિક નિયમોના આદેશ બાદ જિલ્લા પોલીસવડાની સૂચનાથી ગોધરા શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસે પોલીસ વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. ગોધરા ટ્રાફિક પોલીસે જિલ્લા પોલિસ વડાની કચેરી બહાર પોલીસ કર્મીઓનાં વાહનનું ચેકીંગ કરતા ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર છ પોલિસ કર્મીઓને દંડ ફટકાર્યો હતો. ગોધરા ટ્રાફિક પોલીસે શહેરમાં પોલીસ કર્મચારીઓના વાહનોમાં કાળી ફીલ્મ, પોલીસ લખેલું લખાણ, પોલીસનો P લખેલું હોય તે દૂર કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દ્વી ચક્રી વાહન ઉપર ત્રણ સવારી, હેલ્મેટ નહીં પહેર્યું હોય તેવા પોલીસ કર્મચારીઓ પણ દંડાયા હતા. શહેર ટ્રાફિક પોલીસે દિવસભર 15 પોલીસ કર્મચારીઓને મેમા આપીને કાર્યવાહી કરી હતી. જ્યારે પંચમહાલ જિલ્લા ટ્રાફીક પોલીસે પણ હાઇવે સહિત જગ્યાઓ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 8 પોલીસ કર્મચારીઓને દંડ ફટકાર્યો હતો. ટ્રાફીક પોલીસે જિલ્લા અને ગોધરા શહેરમાં પોલીસ કર્મીઓને ટ્રાફીકના નિયમોનું પાલન કરાવવા કુલ 23 પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરી છે. ટ્રાફિક પોલીસે સરકારી વાહનો પર લગાવેલી કાળી ફિલ્મ કઢાવી હતી. જેમાં કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં ખાણ ખનિજ વિભાગની ગાડી પરની કાળી ફિલ્મ કાઢીને કાર્યવાહી કરવામા આવી હતી.

ટ્રાફીક ડ્રાઈવની કામગીરી દરમિયાન કરાયેલા કેસોની વિગત
સીટ બેલ્ટના 6 કેસો કરવામા આવ્યા અને 3000 દંડ, ત્રણ સવારીના ત્રણ કેસો અને 3000 અને ફેન્સી નંબર પ્લેટના 1 કેસ અને 1000 દંડ, ડાર્ક ફિલ્મના 12 કેસો અને 6000 દંડ, કુલ 22 કેસો મળી 10,300ની વસુલાત કરવામાં આવી હતી. ત્યારે મોટર વ્હિકલ એક્ટ મુજબ ડીટેનના 5 કેસો, મોટર વ્હીકલ એકટ 185ના 1 કેસો નેત્રમ ઈચલણથી 6100 રુપિયા દંડ વસુલ કરવામા આવ્યો હતો.


