General Assembly on Sunday to make rules for head teachers | મુખ્ય શિક્ષકો માટેના નિયમો બનાવવા રવિવારે મહાસંમેલન

Spread the love

ભાવનગર44 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • ગુજરાતભરના મુખ્ય શિક્ષકો સંમેલનમાં ભાગ લેશે

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી મુખ્ય શિક્ષકો HTATનાં નિયમો બનાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાસે માંગવામાં આવેલ સૂચનો માટે રાજ્ય કક્ષાએ સંગઠનના બેનર હેઠળ મુખ્ય શિક્ષકો (HTAT)નું વિરાટ સંમેલનનું આયોજન તા.13 ઓગસ્ટે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે.

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કામ કરતા મુખ્ય શિક્ષક (એચ ટાટ કેડર)નાં નવા નિયમો બનાવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાસે સૂચનો મંગાવવામા આવ્યા છે. 2012થી ભરતી થયેલ એચ ટાટ મુખ્ય શિક્ષકોનાં કોઈ ચોક્કસ નિયમો બન્યા નથી.અને હાલ શાળાઓમાં કામ કરી રહ્યા છે એવા તમામ મુખ્ય શિક્ષકો પાસે નિયમો યોગ્ય રીતે બનાવી શકાય એ માટે પોતાના અભિપ્રાય આપી શકે એવા હેતુસર રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનાં નેજા નીચે ગુજરાતનાં હેડ ટીચર ( મુખ્ય શિક્ષકો )ની ઉપસ્થિતિમાં તા.13 ઓગસ્ટને રવિવારે બપોરે 1 વાગ્યાથી 4 ચાર વાગ્યા સુધી લાગુ પડતા દરેક વિષયો ઉપર ચર્ચા કરવા હિરામણી સ્કૂલ, SGVP ઈન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં અમદાવાદ ખાતે સંમેલન યોજાશે.

જેમાં રાજ્યનાં તમામ જિલ્લાઓનાં તાલુકાઓમાં કામ કરતા પ્રાથમિક શાળાઓનાં મુખ્ય શિક્ષકો ( H.TAT) મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

અમદાવાદ ખાતે યોજાનારા સંમેલનમાં ઉપસ્થિત રહેલા સર્વાનુમતે ડ્રાફ્ટ તૈયાર કરી સોમવારે શિક્ષણ વિભાગમાં જમા કરાવશે તેમ ગુજરાત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જણાવાયું છે.

2012થી ભરતી થયેલા મુખ્ય શિક્ષકોનાં કોઈ ચોકકસ નિયમો નથી

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *