વલસાડ19 મિનિટ પેહલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લામાં LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. જે દરમ્યાન પારડી ચિવલ રોડ ઉપર આવેલી દિપક વાડી ખાતે ભંગારના ગોડાઉનમાં ચેક કરતા રેલવેમાં L&T કંપનીના બાંધકામની સાઈડ ઉપરથી લોખંડની ચોરાયેલી પ્લેટ અને જીપ, ટેમ્પો તેમજ 4 મોબાઈલ મળીને 2.32 લાખના મુદ્દામાલ સાથે 4 ઈસમો ઝડપાયા હતા. LCBની ટીમે આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ જિલ્લામાં મિલ્કત સંબંધી.ગુનાઓના ભેદ ઉકેલવા વલસાડ LCBની ટીમને આપેલી સૂચના મુજબ LCBની ટીમ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન પારડીના ચિવલ રોડ ઉપર આવેલી દિપક વાડી ખાતે આવેલા અસલમ રફીકભાઈ શાહના ભંગારના ગોડાઉનમાં રેલવેની L&Tની સાઇટ ઉપરથી ચોરાયેલી લોખંડની પ્લેટો તસ્કરોએ ટેમ્પમાં મૂકી રાખી હોવાની બાતમી મળી હતી.
આ બાતમીના આધારે પારડી ચિવલ રોડ ઉપર આવેલી દિપક વાડીમાં આવેલા અસલમ શાહના ભંગારના ગોડાઉનમાં વલસાડ LCBની ટીમે ચેક કરતા એક ટેમ્પોમાં ચોરાયેલી 4 લોખંડની પ્લેટો મળી આવી હતી. વલસાડ LCBની ટીમે વજન કરીને ચેક કરતા 4 પ્લેટ 140 કિલો વજનની લોખંડની હોવાનું જાણવા મળ્યું હતું. LCBની ટીમે પ્રાથમિક પૂછપરછ કરતા કેસમાં 4 વ્યક્તિઓની સંડોવણી સામે આવી હતી. લોખંડની 4 પ્લેટ અને જીપ ટેમ્પો સાથે અસ્લમ રફીક શાહ, ઉ.વ.32 રહે.પારડી સાહીદ ખલીલ ફારુકી, ઉ.વ.26, રહે.પારડી અને હાર્દિક ભરતભાઈ પટેલ, ઉ.વ.24, રહે.બાલદા અને અજયભાઈ અશોકભાઈ નાયકા, ઉ.વ.28, રહે બાલદાની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા L&Tની સાઈડ ઉપરથી લોખંડની પ્લેટો ચોરીને નજીકમાં આવેલા ગ્રાઉન્ડમાં સંતાડી ટેમ્પોમાં પારડી ખાતે આવેલા અસલમ શાહના ભંગારના ગોડાઉનમાં વેચવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી ભંગારના ગોડાઉન સંચાલક સહિત 4 ઇસમોની 41(1)i હેઠળ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી 140 કિલો લોખંડની 4 પ્લેટો, જીપ ટેમ્પો અને 4 મોબાઈલ મળી કુલ 2.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.