Gambling flourished in Shravan month in Adesar Panthak, Police conducted three raids in four days and caught 24 gamblers, seized a total of 3.83 lakh worth of gambling. | આડેસર પંથકમાં શ્રાવણ માસમાં જુગાર પ્રવુતિ ખીલી ઉઠી, પોલીસે ચાર દિવસમાં ત્રણ દરોડા પાડી 24 ખેલીને ઝડપ્યા, કુલ 3.83 લાખનો મુદ્દામાલ જપ્ત

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Gambling Flourished In Shravan Month In Adesar Panthak, Police Conducted Three Raids In Four Days And Caught 24 Gamblers, Seized A Total Of 3.83 Lakh Worth Of Gambling.

કચ્છ (ભુજ )7 કલાક પેહલા

  • કૉપી લિંક

રાપર તાલુકામાં આડેસર પંથકમાં ચાલતી ગેરકાયદેસર જુગા૨ની બદીને નેસ્ત નાબુદ ક૨વા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને ચાર દિવસ દરમિયાન ત્રણ દરોડા પાડીને 24 ખેલીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જુગારીઓ પાસેથી કુલ રૂ. 3 લાખ 83 હજાર 450 નો મુદ્દામાલ કરવામાં આવ્યો હતો.

આ અંગે જાહેર કરાયેલી વિગતો મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસોએ ગત રાત્રિએ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકતના આધારે. “માખેલ ગામમાં કલ્યાણભાઈ માદેવાભાઇ મઢવીના રહેણાંક મકાનની આગળ ખુલ્લામાં પૈસા વડે હારજીતનો જુગા૨ રમતા ઇસમોને પક્ડી પાડી જુગાર ધારાની કલમ તળે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન (1) નથુભાઇ વીરાભાઇ ધવડ (2) હીતેષભાઇ જગાભાઇ કોલી (3) જગદીશભાઈ ૨ામાભાઇ કોલી (4) કમલેશભાઇ ડાયાભાઇ મારાજ (મઢવી) (5) રમેશભાઇ દેવશીભાઇ ધવડ (6) દેવીનભાઇ ન૨ભે૨ામભાઈ મા૨ાજ (મઢવી (7) અરજણભાઈ ભચુભાઇ મારાજ (મઢવી) અને (8) હરીભાઈ ન૨ભેરામભાઈ મારાજ (મઢવી) ને ગંજી પાના વડે તિન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડયા હતા. રોકડા રૂપિયા 52850 અને મોબાઇલ ફોન નંગ- 5 જેની કિંમત રૂ.30,400 એમકુલ રૂ. 83,340 જપ્ત કરવામાં આવ્યા હતા.

એજ પ્રમાણે તા. 23 ના મોમાય મોરા ગામેથી 6 આરોપીને જુગાર રમતા ઝડપી રોકડ રૂ. 50 હજાર 600 અને મોબાઈલ ફોન નંગ 6 ના 16 હજાર કુલ રૂ. 66 હજાર 600 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ભિમસર ગામેથી 8 જુગારીઓ ઝડપાઇ ગયા હતા જ્યારે 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જુગારીઓ પાસેથી રોકડ રૂ. 48 હજાર 530 , મોબાઈલ ફોન નંગ 7 રૂ. 35 હજાર અને 6 વહન રૂ. 1.50 લાખ સહિત કુલ 2 લાખ 33 હજાર 530નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહીથી જુગારી તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *