અમદાવાદ7 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદના પોર્સ વિસ્તાર ગણાતા થલતેજમાં આવેલા ન્યૂયોર્ક ટાવરમાં સૌથી મોટો જુગારધામ ચાલતો હતો. છેલ્લા ઘણા સમયથી ચાલતા જુગારધામ પર પોલીસ કમિશનરના તાબા હેઠળના આખી રાત રેડ કરીને 19 જુગારીઓને ઝડપી પાડ્યા છે. જોકે, ચોકાવનારી બાબત તો એ છે કે, દરેક જગ્યાએ સીસીટીવી સર્વેન્સ અને જુગારીઓને તમામ વ્યવસ્થા આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઊંઝા જે કુખ્યાત બુકી સાથે કનેક્ટેડ છે, તે આ જગ્યાથી મળી આવતા તેના હિસાબે જુગારધામ ચાલતો હોવાની કડી મળી રહી છે. હવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ માટે જવાબદાર તમામ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તાજેતરમાં સરખેજમાં પણ આટલું મોટું જુગારધામ ઝડપાયું હતું ત્યારે આજે પકડાયેલા જુગારધામમાં અંદાજે 47 લાખ જેટલો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
ન્યૂયોર્ક ટાવરના નવમા માળે ધમધમતું હતું જુગારધામ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના અપાયા બાદ શહેરમાં અલગ-અલગ જગ્યાએ પીસીબી દ્વારા રેડ કરવામાં આવી રહી છે અને તેમાં સ્થાનિક પોલીસની ક્યાંક રહેમ નજર અથવા ક્યાંક કોઈ નજર ન હોય તેવું સામે આવી રહ્યું છે. તાજેતરમાં અમદાવાદના સરખેજ વિસ્તારમાં પકડાયેલા જુગારધામ બાદ જુગારીઓની આખી નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી હતી અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ ઝોન-ટુના ડીસીપીએ ક્રોસ રેડ કરતાં સમગ્ર પર્દાફાશ થયો હતો. બીજી તરફ આવા જ જુગારીઓને પકડવા માટે પ્રયાસો ચાલી રહ્યા હતા ત્યારે PCBના પી.એસ.આઇ. ડાભીને બાતમી મળી હતી કે, થલતેજ વિસ્તારમાં ધર્મેન્દ્ર ઉર્ફે ધમો મોટા જુગારીઓને ભેગા કરીને એક ઓફિસની અંદર જુગાર રમાડી રહ્યો છે. જે અંગે પીસીબી દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી અને તેમને બાતમી મળી કે ન્યૂયોર્ક ટાવરના નવમા માળે બહુ મોટા જુગારીઓ ભેગા થયા છે અને જુગાર રમી રહ્યા છે તેમજ ધર્મેન્દ્ર ઉડતો ધમો ઊંઝા જે મોટા બુકીઓ સાથે કનેક્ટ છે તે જ આ જુગારધામ ચલાવી રહ્યો છે.
ઓફિસમાં ગોવાની માફક જ કસીનો બનાવ્યો
પીસીબીના પી.એસ.આઇ વીરભદ્રસિંહ ડાભી મળેલી બાતમીના આધારે ન્યૂયોર્ક ટાવરના નવમા માળે પહોંચ્યા હતા. લીફ્ટમાંથી આવતા જતા તમામ લોકોનું સર્વેન્સ થતું હતું એટલે પોલીસ સ્ટાફ સીડી મારફતે ઉપર ચડ્યો હતો અને 92 નંબરની ઓફિસમાં રેડ કરતા પહેલા અહીંયા માત્ર સીટીંગ એરેન્જમેન્ટ દેખાઈ હતી પરંતુ, ત્યારબાદ ધીમે-ધીમે સેન્સર લોક દેખાયા અને ત્યાં હાજર વ્યક્તિ મારફતે આ લોક ખોલાવડાવતા અંદર 19 લોકો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. આ જુગારધામ એટલું મોટું હતું કે, દરરોજ રૂપિયા ગણવા માટે મશીન રાખવા પડતું હતું. 1000ના બોર્ડ થી શરૂ થયેલું આ જુગારધામ રોજ કરોડોની હાર જીત થતી હતી અને તમામ હારજીત ટોકન પર થતી હતી. અહીંયા રમવા આવતા જુગારીઓને તમામ વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. એકંદરે જેવી રીતે ગોવામાં કસીનોની વ્યવસ્થા હોય છે તેવી જ વ્યવસ્થા ન્યુ ટાવરની ઓફિસમાં થતી હતી.
લાખો રુપિયાની રોકડ અને ફોન પોલીસે કબ્જે કર્યા
અહીંયા રીતસરનું કિચન, એર કન્ડિશન જુગાર રમવાના ટેબલવાળા રૂમ, સુવા માટેના બેડ તેમજ એક જગ્યાએ સ્પા માટેના મશીનો પણ મળી આવ્યા હતા એટલે અહીંયા સ્પાની પણ વ્યવસ્થા હતી તેવું પોલીસ માની રહી છે. હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે. અહીંયા કોણ-કોણ આવતા હતા? પોલીસ સૂત્રો પર સ્થિતિ મળતી માહિતી પ્રમાણે ધમા ઊંજાને મોટા ગજાના બુકી અને જુગારીઓ ઓળખતા હોવાના કારણે તે તેમને લેવા-મૂકવા માટે લક્ઝરી કારની વ્યવસ્થા કરતો. તમામ પાસેથી લાખો રૂપિયાના ફોન મળ્યા છે અને 6,00,000થી વધુ રોકડ મળી છે. એક અંદાજે 47 લાખ રૂપિયાનો મુદ્દામાલ પીસીબીએ કબ્જે કર્યો છે. આટલા મોટા જુગારધામ પર રેડ કર્યા બાદ ખૂબ જ ગંભીર બાબત પોલીસ કમિશનર સામે આવી છે .
પકડાયેલ આરોપીઓ
- ધર્મેંદ્રભાઈ ઉર્ફે ધમો ઉંઝા રાયચંદભાઈ પટેલ ઉ.વ.૪૨ રહેવાસી. બંગલા નં. ૧, કેવલેશ્વર હેલ્થ સેંટરની બાજુમાં, વિસનગર રોડ, ઉંઝા, મહેસાણા
- મયુર ઉર્ફે મેહુલ સુરેશભાઈ ઠક્કર ઉ.વ.૩૬ ધંધો- વેપાર રહેવાસી. બી/૨૦૧ ઈંદ્રપ્રસ્થ-૮, તુલીપ બંગલોઝની ગલીમાં, થલતેજ, અમદાવાદ શહેર
- કાળુજી શકરાજી ડાભી ઉ.વ.૪૭ ધંધો- ખેતી રહેવાસી. ગામ- નિધરાડ, તા. સાણંદ, જીલ્લો- અમદાવાદ
- જયેંદ્રસિંહ ઉર્ફે મુકેશ લખુભા સિસોદિયા ઉ.વ.૫૦ ધંધો- ખેતી રહેવાસી. બંગલા નં.૩ આશા સોસાયટી, સાણંદ પોલીસ સ્ટેશનની બાજુમાં, સાણંદ, જીલ્લો- અમદાવાદ
- મનીષ ગોવિંદભાઈ પટેલ ઉ.વ.૩૯ રહેવાસી. બંગલા નં.બી-૫૮ સ્ટર્લીંગ સીટી, બોપલ, અમદાવાદ મુળ વતન- ગામ-નિધરાડ, તા.સાણંદ, જીલ્લો- અમદાવાદ
- ડેવીસકુમાર સુરેશભાઈ પટેલ ઉ.વ.૩૭ રહેવાસી. ચન્દ્રનગર, બહારમાઢ, ઉંઝા
- ઘેલુભા ઉર્ફે મુકેશસિંહ જુવાનસિંહ ઝાલા ઉ.વ.૪૫ રહે. બંગલો-૨ વાલકેશ્વર, સાણંદ, જીલ્લો- અમદાવાદ
- અમીરામભાઈ શંકરભાઈ જોષી ઉ.વ.૪૦ ધંધો- જમીન લે-વેચ રહેવાસી. ૮૦૪/બી ચિનમય ટાવર, સુભાષ ચોક, ગુરૂકુળ ટાવર, વસ્ત્રાપુર, અમદાવાદ શહેર
- ધર્મેંદ્રકુમાર ધીરજભાઈ પટેલ ઉ.વ.૪૯ રહેવાસી. તીર્થધામ સોસાયટી, દાસજ રોડ, ઉંઝા, જીલ્લો- મહેસાણા
- રાજેશકુમાર જેઠાભાઈ પટેલ, ઉ.વ.૪૨ રહે. ગામ- ટુંન્ડાવ, ઉંડોમાઢ, તા.ઉંઝા, જીલ્લો. મહેસાણા
- ખેંગારભાઈ મનજીભાઈ સોલંકી (કોળી પટેલ) ઉ.વ.૪૬ રહેવાસી. ડી/૮૩ વિશાલ રેસીડેંસી, રીષિકેશ સોસાયટી, આનંદનગર, સેટેલાઈટ, અમદાવાદ શહેર
- દિપકકુમાર મનસુખભાઈ ઠક્કર ઉ.વ.૪૫ રહેવાસી. ૯૦૨ પોપ્યુલર ડોમેન, રાજપથ કલ્બની સામે, એસ.જી.હાઈ-વે, બોડકદેવ, અમદાવાદ શહેર
- ધર્મેશ કાળીદાસ પટેલ ઉ.વ.૫૦ રહેવાસી. ૬૭ પરમધામ સોસાયટી, આંબલી, બોપલ, અમદાવાદ
- ભુપતભાઈ સોમાભાઈ ચૌહાણ ઉ.વ.૪૦ રહે, ગામ-વાઠવાડી, તા.મહેમદાબાદ જીલ્લો ખેડા
- તેજાભાઇ કરશભાઇ તુરી, ઉ.વ.૫૨, રહે, ગામ-પંચાસર, તા.શંખેશ્વર, જીલ્લો પાટણ
- સજ્જનસિંગ અર્જુનસિંગ રાજપુત, ઉ.વ.૪૧, રહે, રબારી વાસ નં.૨, ગોપાલનગર, વાડીનાથ ચોક, મેમનગર, અમદાવાદ શહેર
- મોહનભાઇ નવલભાઇ કલાલ, ઉ.વ.૫૦, રહે, પ્રજાપતી વાસ, પાણીની ટાકી વાસ, આંબલી ગામ, બોપલ, અમદાવાદ શહેર
- દેવીલાલ ભીમજીભાઇ પ્રજાપતિ, ઉ.વ.૪૨, રહે, સદર ઓફીસમાં તથા મુળ વતન ગામ-ઉપરગામ, તહેસીલ-ડુંગરપુર, તા.જીલ્લો-ડુંગરપુર રાજસ્થાન
- ગંગારામ મોગજી પટેલ, ઉ.વ.૪૦, રહે, સદર ઓફીસમાં તથા મુળ વતન ગામ-નૌલી, તહીએલ સલુંબર, જીલ્લા ઉદયપુર, રાજસ્થાન
પકડાયેલ મુદ્દામાલ :
- રોકડા નાણા રૂ.6,70,000/-
- તેઓની અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ-૨૧ કુલ્લે કિં.રૂ.6,25,000/-
- લીલા તથા કાળા કલરના પ્લાસ્ટિકના મિલન-1 લખેલ કુલ્લે કોઈન નંગ-1,000/-
- ગંજીફાની કેટ નં.25
- પૈસા ગણવા માટેનુ મશીન નંગ-1 કિં.રૂ.25,000/-
- સીસીટીવી કેમેરાના ડીવીઆર સીસ્ટમના ઉપકરણો નંગ-3 કુલ્લે કિં.રૂ.15,000/-
- લાઈટબીલ નંગ-1
- જુગાર રમવા માટે અત્રેની જગ્યાએ વાહનો લઈ આવેલ તે ફોર વ્હીલર કાર નંગ-4 કુલ્લે કિં.રૂ.33,00,000/- મળી કુલ્લે કિં.રૂ.46,35,000/-
.