રાજકોટ8 મિનિટ પેહલા
આજકાલ સાસરીયાના ત્રાસથી પરિણીતાઓ પીયરમાં રહેતી હોય એવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં ફરી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીતાએ જણાવ્યું કે, મારે સંતાનમાં એક દીકરો છે. હાલ હું મારા માવતરે ઉપલેટાના ગઢાળા ગામે મારા માતા પીતા સાથે રીસામણે છું. મારા લગ્ન છ વર્ષ પહેલા ચાંદલી ગામના જયેશ વિરજીભાઇ બગડા સાથે અમારી જ્ઞાતીના રીત રીવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ એક વર્ષ સુધી મને સારી રીતે રાખી. ત્યાર બાદથી ઘરકામ બાબતે તેમજ ‘તુ તારા બાપના ઘરેથી કાઇ લાવેલી નથી, તેમજ તને ઘરકામ કરતા આવડતુ નથી’ કહી મેણાં ટોણા મારતા હતા.
માનસિક ત્રાસ આપતાં, છતા હું મુંગા મોઢે સહન કરતી
આ સાથે અન્ય નાની નાની બાબતે અવાર નવાર મારા પતી તથા સસરા વિરજી વાલજીભાઇ બગડા તથા સાસુ આલુ વિરજીભાઇ બગડા અવાર નવાર મેણા ટોણા મારતાં. મારા પતી મારકુટ કરતા અને મને અવાર નવાર મારી નાંખવાની ધમકી આપતાં. મારા જેઠ વિનોદ વિરજીભાઇ બગડા જે અમારી બાજુમાં રહે છે. તે દરરોજ અમારા ઘરે આવી મારા પતી તથા સસરાને મારા વિરૂદ્ધ ચડામણી કરતા. મને જેમ ફાવે તેમ ગાળો દેતાં અને મારવા દોડતાં. આવી રીતે શારિરીક-માનસિક દુ:ખ ત્રાસ આપતાં તેમ છતા હું આ બધુ મુંગા મોઢે સહન કરતી.
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
આ અંગે હું મારા માવતરને તથા મારા ભાઇઓને ફોન કરીને અવાર નવાર વાત કરતા. મારા ભાઇ તથા મારા બાપુજી ત્યાં આવી આ બાબતે સમાધાન કરાવતા અને મને માવતરે તેડી જતાં. આવી રીતે 5થી 6 વખત હું માવતરે રીસામણે આવેલી છું. ગઇ તા.30.08.2023ના રોજ રક્ષાબંધનના દિવસે મને મારા પતી મારા માવતરે ગઢાળા મુકી દીકરાને સાથે લઇને જતાં રહેલા છે અને મને તેડવા આવેલા નથી. મને મારા પતી તથા સાસુ-સસરા તેમજ જેઠ આ બધા મળી શારિરીક-માનસીક દુ:ખ ત્રાસ આપી જેમ ફાવે તેમ ગાળો બોલી, મારકુટ કરી, મારી નાખવાની ધમકી આપેલી છે. તો તેના સામે ધોરણસર કાર્યવાહી થવા મારી ફરિયાદ છે. હાલ ભાયાવદર પોલીસે પરિણીતાની ફરિયાદ પરથી પતિ, સાસુ-સસરા અને જેઠ સામે આઇપીસી કલમ 498(ક), 323, 504, 506(2) અને 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
.
In today’s digital-first world, a business without a website is like a shop without a…
Netflix Rom-Com Based on Bestselling Novel Debuts With 88% Rotten Tomatoes Score Netflix’s new romantic…
For months, General Hospital fans have been urging the writers to finally wrap up the…
Matt Damon on His Dramatic Weight Loss for The Odyssey Matt Damon has never been…
Trump Announces U.S. Withdrawal from Dozens of UN and International Bodies, Citing National Interests U.S.…
Taylor Swift’s latest album, The Life of a Showgirl, includes a track inspired by the…