G-20 delegates witnessed the grand legacy | G-20ના મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદની બેઠકમાં આવેલા પ્રતિનિધિઓએ મોઢેરાની મુલાકાત કરી, મુખ્યમંત્રી પણ જોડાયા

Spread the love

મહેસાણા4 કલાક પેહલા

  • કૉપી લિંક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોથી ભારતના યજમાનપદે જી -20 ની વિવિધ બેઠકો દેશમાં યોજાઈ રહી છે. જે ભારત માટે ગૌરવની ક્ષણ છે. બેઠકોની આ શૃંખલામાં 27 થી 29 ઓગષ્ટ દરમિયાન ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સની બીજી બેઠક યોજાઇ રહી છે.

G-20 ના મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી ગોળમેજી પરિષદની બેઠકના પ્રથમ દિવસે પ્રતિનિધિઓએ સુજાણપુરા સોલર પ્લાન્ટ અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી.મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય વિજ્ઞાન સલાહકારોના પ્રતિનિધિઓ સાથે જોડાયા હતા અને વિચાર વિમર્શ કર્યો હતો. પ્રતિનિધિઓએ પ્રસિધ્ધ મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાતમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. આ ઉપરાંત મોઢેરાનાં શિલ્પ સ્થાપત્ય અને કલાથી આ ડેલીગેશન અભિભૂત થયું હતું

G-20 ના પ્રતિનધિઓને મંદિરના મહત્વ અને અને તેની વિશેષતાઓ વિશે જાણકારી આપવામાં આવી
લાઈટ એન્ડ સાઉન્ડ શો માં અપાયેલ વૈદિક કાળથી સૂર્યની ઉત્પત્તિ તેમજ પ્રવર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રોમાં મનુષ્યના જીવનમાં સૂર્યનો પ્રભાવ તેમજ વિશ્વભરમાં સૂર્યનું મહત્વ અને વિશેષતા અંગેના વિડીયોથી ઉપસ્થિત મહાનુભાવો અત્યંત પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા.આ ઉપરાંત દર વર્ષે યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવની માહિતીથી પણ અતિથિઓને વાકેફ કર્યા હતા.મોઢેરા સૂર્ય મંદિર ખાતે દેશની અપ્રતિમ સફળતાની ચંદ્રયાનની કૃતી રજૂ કરાઈ હતી જેને પ્રતિનિધિ મંડળ દ્વારા રસપૂર્વક નિહાળી હતી.મુખ્યમંત્રી સાથે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત પદાધિકારીઓ જોડાયા હતા

G20ના સભ્ય દેશો ઉપરાંત વિશેષ આમંત્રિત દેશોના પ્રતિનધિઓ ઉપસ્થિત રહ્યા હતા
G-20ના દેશોમાં આર્જેન્ટીયા,ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચાઇના, ઇયુ, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશીયા, ઇટાલી, જાપાન, રિપબ્લિક ઓફ કોરીયા, રશીયન ફેડરેશન, સાઉદી અરેબીયા, સાઉથ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરીકાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત આમંત્રીત દેશોમાં બાંગ્લાદેશ, ઓમાન, નેધરલેન્ડ અને નાઇજેરીયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આંતર રાષ્ટ્રીય સંસ્થાઓમાં વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનેસ્કોના પ્રતિનિધિઓ ડેલીગેશન સાથે જોડાયા હતા.ભારત સરકારમાંથી નીતી આયોગના સભ્ય ડો વિનોદ પૌલ સહિત વિવિધ સરકારી પ્રતિનધિઓમાં પ્રો અજય કે સુદ, ડો બાલસુબ્રહ્મણ્યમ, ડો. પરવિન્દર, ડો રાજીવ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર, પંચાયત વિભાગના અગ્ર સચિવ મોના ખાંધાર અને વિજ્ઞાન અને ટેકલોનોજી વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેકટર એમ. નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *