- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Funds Allocated From The Government Grant Reached The House, Not Even The Corporator Knows; Said I Did Not Notice That It Was Being Used For Personal Use, I Am Checking
સુરત44 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરત મહાનગરપાલિકામાં પ્રજાના પૈસાનો સદુપયોગ ઓછો અને વેડફાટ વધુ દેખાય છે. સરકારી ગ્રાન્ટ અને કોર્પોરેટરો દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી ફાળવેલા બાકડાનો અંગત ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે કોર્પોરેટરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અંગત ઉપયોગ કરતા હોય તે મારા ધ્યાને આવ્યું નથી, તપાસ કરાવું છું.
ડ્રેસ મટીરીયલ મૂકવા માટે ઘરમાં બાકડા
સુરત મહાનગરપાલિકાના રૂપિયાનો ખોટો ઉપયોગ થતા હોવાના દૃશ્યો સમય અંતરે સામે આવતા રહે છે. કોર્પોરેટરો દ્વારા પોતાની ગ્રાન્ટના રૂપિયાનો કેવી રીતે ઉપયોગ થાય છે. તે પણ તેઓ ગંભીરતાથી જોતા નથી. વોર્ડ નંબર 7ના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે તેમના દ્વારા પોતાના વોર્ડમાં ફાળવેલા બાકડાનો કેવી રીતે ઉપોયગ થાય છે તે જોવાની પણ તસ્તી લેતા નથી. કતારગામ વિસ્તારમાં આંબા તલવાડીમાં આવેલી ઝીલ પાર્ક સોસાયટીમાં બંગલાની નીચે ડ્રેસ મટીરીયલનું વેચાણ ચાલી રહ્યું છે. આ ડ્રેસ મટીરીયલને મૂકવા માટે ઘરમાં બાકડા મૂકી દેવામાં આવ્યા છે. કેટલી આશ્ચર્ય જનક બાબત છે કે, લોકોના ખર્ચેલા પૈસાથી કોર્પોરેટરોને ફોન કરીને પોતાની સોસાયટીમાં બાકડા મૂકાવવાના નામે બાકડા મંગાવી લેવાય છે અને ત્યારબાદ પોતાના અંગત વપરાશ માટે ઉપયોગ કરાય છે.

વોર્ડ નંબર 7માં કોર્પોરેટર ઊંઘતા ઝડપાયા
વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઊંઘતા ઝડપાયા છે. પોતાના આપેલા બાકડા ક્યાં મૂકાયા છે તેની પણ તેમને જાણ હોતી નથી. મહત્વની બાબત એ છે કે, જ્યારે ભાજપના કોર્પોરેટરો બાકડા ફાળવતા હતા ત્યારે આ જ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેનો વિરોધ કરીને કહેતા હતા કે, આ સરકાર માત્ર બાકડા મૂકવા માટેની જ છે પરંતુ તેઓ પણ ગ્રાન્ટ વાપરવા તેમના રસ્તે જ આગળ વધી ગયા છે.

હું તપાસ કરાવું છું: કોર્પોરેટર
વોર્ડ નંબર 7ના કોર્પોરેટર દીપ્તિ સાકરીયાએ જણાવ્યું કે, મારા વોર્ડમાં વોર્ડ સમિતિની ગ્રાન્ટમાંથી કુલ 11 બાકડા મૂકવામાં આવ્યા છે અને મારી પોતાની ગ્રાન્ટમાંથી 23 જેટલા બાકડા મુક્યા છે. જે સોસાયટીમાંથી અમને ફોન આવતા હતા તે સોસાયટીમાં અમે બાકડા ફાળવ્યા છે. કોઈ અંગત ઉપયોગ માટે બાકડાનો ઉપયોગ કરતા હોય એવું મારા ધ્યાન પર આવ્યું નથી. હું તપાસ કરાવું છું કે આંબાતલાવડી વિસ્તારની કઈ સોસાયટીમાં આ રીતે તેનો ઉપયોગ થઈ રહ્યો છે.
.