જામનગર13 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
જામનગર શહેરના ભાગોળે આવેલી સોસાયટીમાં નિવૃત્ત વીજ કર્મચારીને રૂપિયા 27 લાખમાં નવા બાંધકામનું મકાન વેચાણથી આપી દઈને રૂપિયા લઇ સાડા ચાર વર્ષથી દસ્તાવેજ ન કરી દેતા ત્રણ શખ્સો જેમાં પિતા પુત્ર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
હાલ પાટણ જિલ્લાના સિદ્ધપુરના વતની અને નિવૃત વીજકર્મી હરિભાઈ રામભાઈ ચાવડા ઉ.64 નામના વૃદ્ધને 2019માં નિવૃત્તિ બાદ જામનગરમાં સ્થાયી થવું હોવાથી ડાયાભાઈ રામજીભાઈ રાઠોડ સાથે મુલાકાત થઈ સંપર્ક થયો હતો અને તેમણે પોતાના પુત્રો ભાવેશ ડાયાભાઈ રાઠોડ અને શૈલેષ ડાયાભાઈ રાઠોડ બાંધકામ સાથે સંકળાયેલા છે અને તેઓએ જામનગરની ઠેબા ચોકડી નજીક આવેલ સરદારપાક-ચારમાં મકાન બતાવતા નિવૃત વીજ કર્મચારીને મકાન ગમી ગયું હતું અને મકાનનો રૂપિયા 27 લાખમાં સોદો કર્યો હતો અને રૂપિયા એક લાખ આપ્યા હતા. જે બાદ ત્રણેય પિતા પુત્રોએ કટકે કટકે રૂપિયા 27 લાખ લઈ લીધા હતા અને મકાનનો કબજો વીજ કર્મચારીને આપી દીધો હતો ત્યારબાદ વીજ કર્મચારીએ આરોપીને મકાનનો દસ્તાવેજ કરવાનો કેહતા તેઓ અલગ અલગ બહાના કાઢતા હતા જે પછી કોરોનાના કાળમાં લોકડાઉન થઈ જતા તેઓએ લોકડાઉન પછી દસ્તાવેજ કરી દેવાનું કહ્યું હતું તેમ કરતાં કરતાં સારા ચાર વર્ષ જેટલો સમય જતો રહ્યો છતાં પણ ત્રણેય પિતા પુત્રોએ મકાનનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો જેથી આજે નિવૃત્ત વીજ કર્મચારીએ પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. જેથી પી.એસ.આઇ જેપી શોધાય તપાસ હાથ ધરી હતી અને પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.