Fraud involving 11 applicants in Rajkot Police recovered more than 19.44 lakhs and arrested two accused | રાજકોટમાં 11 અરજદારો સાથે થયેલ ફ્રોડમા પોલીસે 19.44 લાખથી વધુ રકમ પરત અપાવી બે આરોપીની કરી ધરપકડ

Spread the love

રાજકોટ44 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજકોટમાં સાયબર ક્રાઈમની અનેક પ્રકારની ફરિયાદો આવતી રહેતી હોય છે અને લોકો સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે ત્યારે પોલીસ આ લોકોની ગુમાવેલી રકમ પરત અપાવવા ઊંડાણપૂર્વક તપાસ કરી આરોપીઓની ધરપકડ કરતા હોય છે. આ વખતે પણ અમુક ફરિયાદીઓએ આ પ્રકારે ગુમાવેલા નાણા પરત અપાવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

કાર લે-વેચ કરતા વેપારી પાસેથી પૈસા પડાવીને ડીલર છૂમંતર
અરજદાર અભિષેકભાઇ લક્ષમણભાઇ પાનસુરીયા કાર લે-વેચનો વ્યવસાય કરતા હતા. તેઓને ગ્વાલિયર (મધ્ય પ્રદેશ) ખાતેથી કોઇ અજાણ્યા વ્યક્તિ સુભમ શર્મા નામથી ફોન આવેલ જેમા તેઓ પણ કાર ડીલર હોવાનું માલૂમ પડ્યું. બંનેની વાતચીત દરમિયાન તેમની પાસે ઓછી મળતી ઇનોવા હાઇક્રોસ કાર પણ મળી રહેશે તેવી વાત અરજદારને કરી હતી. અરજદાર પાસે આ કાર ખરીદવા માટેના 6 ગ્રાહકો હતા એટલા માટે તેણે આ ડીલર સાથે ઈનોવાની 6 કારની ડીલ કરી અને કુલ 6 કાર ખરીદવા ઉપરોક્ત અજાણ્યા વ્યક્તિને અલગ-અલગ બેન્ક એકાઉન્ટમા કુલ રૂ.20,92,710 આપ્યા. જોકે, પૈસા આપ્યા બાદ પણ કોઇ કાર ડીલીવરી કરાવી આપી નહોતી. અરજદારને પોતાની સાથે છેતરપિંડીનો અનુભવ થયો એટલે તેણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી બનાવની વિગત આપી. સાયબર ક્રાઇમ રાજકોટ શહેર NCRP પોર્ટલથી અરજી રજીસ્ટર થયેલ હતી. જે અરજીમા “શ્રી તુલજા ભવાની”, “અનંત ટોયોટા”,“શ્રી ઓટો મોબાઇલ”, “બ્યુટેન પોલીમર્સ” તથા “સુભમ શર્મા” નામેથી આપેલ એકાઉન્ટો પર કાર્યવાહી કરતા અરજદારના ગયેલ રકમ રૂ.18,65,210 પરત અપાવેલ છે.

વધુ નફો મેળવવાની લાલચમાં 2.52 લાખ ગુમાવ્યા
રાજકોટના ફરિયાદીને આરોપીએ www.b1505.top નામની વેબસાઈટમાં ઈન્વેસ્ટમેન્ટ કરી આપેલ ટાસ્ક પૂરા કરી ટૂંકા સમયમાં જ વધુ નફો આપવાની લોભ લાલચ આપી કુલ રૂ. 2,52,500 નખાવી લઈ ફરિયાદીની રોકાણ કરેલ રકમ તથા નફાની રકમ પરત કરી નહિ. છેતરપીંડીની શંકા જતા ફરિયાદીએ આરોપીના બેન્ક ઓફ મહારાષ્ટ્રાના બેન્ક એકાઉન્ટ નં. 60428061788ની માહિતી મંગાવી. આ એકાઉન્ટ ઇમરાનભાઇ સૈયદનુ હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ પોલીસે બોટાદ ખાતે જઇ ઇમરાનભાઇ સૈયદ પાસે પહોંચી. અહીં જઈને માલૂમ પડેલ કે તેણે પોતાનુ આ એકાઉન્ટ ઇદરીશભાઇ સલીમભાઇ રાઠોડ (ઉં.વ.31)ને વાપરવા આપેલ હતું તેમજ આ ઇદરીશ નામના ઇસમે આ એકાઉન્ટ હર્ષ દીપકભાઇ ડાભી (ઉં.વ.24) ને વાપરવા આપેલ હતું અને આ હર્ષ નામનો વ્યક્તિ ઉપરોક્ત એકાઉન્ટમાંથી ચેકથી રોકડ નાણા ઉપાડી આ નાણા સુરત ખાતે આંગણીયા દ્વારા મોકલી તે નાણા USDTમાં કન્વર્ટ કરી અન્ય વ્યક્તિને મોકલી ગુનો આચરતો હતો. જેથી આ બન્ને આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોઈપણ અજાણી લિંક કે મેસેજ પર ક્લિક કર્યા વગર 40 હજાર ગુમાવ્યા
રાજકોટના અરજદાર ગુણવંતરાય હિમતલાલ રાણપરાના ફોનમા કોઇ અજાણ્યા નંબરમાથી ફોન કે મેસેજ આવેલ નહોતા તેમજ કોઈ અજાણી લિંક કે એપ્લિકેશન પણ આવેલ ન હતી તેમછતાં અરજદારના ખાતામાથી રૂ.40,000 ઉપડી ગયેલનો મેસેજ આવતા અરજદારે બેન્કમાં જઇ તપાસ કરી. ત્યાં જઈને જાણવા મળ્યું કે, તેની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે. જેથી, અરજદારે તા.30.03.2023ના રોજ અરજી આપતા જે તપાસના કામે અરજદારના બેન્ક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયેલ નાણા સામેના જે બેન્ક એકાઉન્ટમાં ગયેલ હોય તે બેન્ક એકાઉન્ટ ડેબિટ ફ્રીઝ કરાવ્યા બાદ બેન્કના નોડલ ઓફિસરનો સંપર્ક કરી અરજદારની ગયેલ રકમ 14.08.2023ના રોજ રૂ.40,000ની પૂરેપૂરી રકમ પરત અપાવેલ છે. આ ઉપરાંત રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સાયબર ફ્રોડ ડિટેકશન ટીમ દ્વારા અલગ-અલગ 8 અરજદારોની સાયબર ફ્રોડની અરજીઓમાં ઊંડાણપૂર્વક તપાસ કરી તેઓના ગયેલ નાણા પૈકી કુલ રૂ.44,961 પરત અપાવેલ છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *