Former corporator of BJP in Sardarnagar gave a list of complaints of non-working, door-to-door garbage collection vehicles do not come regularly in Ghatlodia. | સરદારનગરમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરે કામ ન થતી હોવાની ફરિયાદની યાદી આપી, ઘાટલોડિયામાં ડોર ટુ ડોર કચરો લેવા ગાડીઓ નિયમિત આવતી નથી

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Former Corporator Of BJP In Sardarnagar Gave A List Of Complaints Of Non working, Door to door Garbage Collection Vehicles Do Not Come Regularly In Ghatlodia.

37 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમદાવાદના નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે સરદાર નગર વોર્ડમાં નાગરિકો દ્વારા કામ ન થતી હોવાની અનેક ફરિયાદો કરવામાં આવી હતી. કોતરપુર વોટર વર્કસની પાછળ આવેલી 60 જેટલી સોસાયટીઓમાં પાણીની તકલીફ છે. મુખ્યમંત્રી સુધી પાણી માટેની ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ધ્યાન ન આપવામાં આવતું હોવાની રજૂઆત લઇ અને આજે ત્યાંના નાગરિકો પહોંચ્યા હતા. સરદાર નગર વોર્ડમાં આજે કાર્યક્રમ દરમિયાન માત્ર ભાજપના કોર્પોરેટર કંચનબેન પંજવાણી જ હાજર રહ્યા હતા જ્યારે એક કોર્પોરેટર બીમાર હોવાથી તેઓ આવી શક્યા નહોતા. જ્યારે અન્ય બે કોર્પોરેટરો લોક નિવારણ ફરિયાદ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા.

સરદારનગર વિસ્તારમાં રોડ, પાણી, ગટર ઉભરાવવા અને ગેરકાયદેસર દબાણો વગેરે સહિતની ફરિયાદો સરદાર નગરમાં નાગરિકો દ્વારા કરવામાં આવી હતી. લોકપ્રિય નિવારણ કાર્યક્રમની શરૂઆત થતાની સાથે જ પૂર્વ કોર્પોરેટર રમેશભાઈ કોરાણી દ્વારા સરદારનગર વિસ્તારમાં કામો ન થતા હોવા અંગેની ફરિયાદોની યાદી હાજર ભાજપના સત્તાધીશો અને અધિકારીઓને આપી હતી સરદારનગર વિસ્તારમાં પાર્કિંગ, ગેરકાયદેસર દબાણો, ભાજપના કોર્પોરેટરો કામ નથી કરતા, અધિકારીઓને કામ પણ કરવા નથી દેતા વગેરે જેવી ફરિયાદો કરવામાં આવી હતી. મહિલા કોર્પોરેટરના પતિઓ કામ કરતા હોવા અંગેની પણ તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

શહેરના ઇન્દિરા બ્રિજ પાસે આવેલી સ્કૂલની ફરિયાદ પણ કરવા નાગરિકો આવ્યા હતા સ્કૂલ દ્વારા કમ્પાઉન્ડ વોલ કરી અને ત્યાં ટીપી રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે અવર-જવરમાં તકલીફ પડે છે ભાજપના એક પૂર્વ નેતા દ્વારા સ્કૂલના સંચાલકોને મદદ કરીને રોડ બંધ કર્યો હોવાનો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. એરપોર્ટ સર્કલ પર આસપાસ વીઆઈપી રોડ હોવા છતાં પણ ગાયો ફરતી હોવાની ફરિયાદ થઈ હતી. હેમુ કાલાણી હોલ પાસે રોડની સામે ગેરકાયદેસર 100થી વધુ લારીઓ ઊભી રહેતા હોવાની પણ ફરિયાદ સ્થાનિક દુકાનદારો દ્વારા કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વિધાનસભા વિસ્તારમાં આવતા ઘાટલોડિયા વોર્ડમાં આજે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક લોકો દ્વારા ડોર ટુ ડોર કચરો લેવા માટે આવતી ગાડીઓ અંગેની ફરિયાદ કરી હતી. ડોર ટુ ડોર નિયમિત કચરો લેવા માટે જે ગાડીઓ આવે છે તે ક્યારેક પાંચ દિવસ સુધી આવતી નથી તો ક્યારેક એક દિવસ આવે છે અને એક દિવસ આવતી નથી આવી ફરિયાદ કરવામાં આવી હતી. પીવાના પાણીના પ્રેશર ઓછું આવતું હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. નવી રેસીડેન્સીયલ સ્કીમ બનવાના કારણે પણ વરસાદી પાણી ભરાતું હોવા અંગેની પણ ફરિયાદ કરવામાં આવી હતી.

જોકે સૌથી વધારે ફરિયાદો અને અરજીઓ પ્રોપર્ટી ટેક્સમાં જોવા મળી હતી. લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન ઘાટલોડિયા વિસ્તારમાં નાગરિકોએ મેલેરિયાના પણ ટેસ્ટ કરાવ્યા હતા ત્યાં સ્થળ ઉપર જ ડેન્ગ્યુ મેલેરિયાના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. 25 થી વધુ લોકોએ ટેસ્ટ કરાવ્યા હતા. સોસાયટીમાં રોડ સ્ટ્રીટ લાઈટ અને અન્ય પાણીની ફરિયાદોને લઈને રજૂઆત કરવામાં આવી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *