Formation of Payment Solution Committee to Societies | જેકાર્ડ એસો. પેમેન્ટ આપવામાં ડાંડાઈ કરતા વેપારીઓને બ્લેક લિસ્ટ કરશે

Spread the love

સુરત21 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • એસોસિયેશને પેમેન્ટ સોલ્યુશન કમિટીની રચના કરી

વીવર્સના ફસાયેલા પેમેન્ટને કઢાવવા માટે રેપિયર જેકાર્ડ એસોસિએશન મદદ કરશે. અને જે વેપારીઓ પેમેન્ટ નહીં આપે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.

શહેરમાં 50હજારથી વધારે વીવર્સ કાર્યરત છે. અમુક વીવર્સ શટલ લૂમ્સ, અમુક એરજેટ તો અમુક રેપિયર જેકાર્ડ મશીન પર કાપડનું વણાટ કરે છે. સુરતમાં અંદાજે રોજ 3થી 4 કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. જેમાંથી વિવિધ પ્રોડક્ટો બનીને દેશ અને દુનિયાના વિવિધ શહેરોમાં મોકલવામાં આવે છે. ત્યારે આવા સંજોગોમાં અમુક ચીટર ટોળકીઓ ચીટિંગ કરવા સક્રિય છે. હાલની સ્થિતિએ ટેક્સટાઈલ માર્કેટમાં ડિમાન્ડ ઓછી છે ત્યારે વેપારીઓ અજાણ્યા વેપારીઓ સાથે વેપાર કરે છે અને તેમાં તેઓ ચીટિંગનો ભોગ બને છે.

જે વેપારીઓના પેમેન્ટ ફસાયા છે તેમની પાસેથી પેમેન્ટ પરત અપાવવા માટે પણ પેમેન્ટ સોલ્યુશન કમિટી કામ કરશે. તે છતાં વેપારી પેમેન્ટ ચૂકવશે નહીં તો તેને બ્લેક લિસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત રેપિયર જેકાર્ડ એસોસિએશન વકીલ રાખીને વીવર્સને મદદ કરશે. સાથે સાથે જો કારણ વગર રિટર્ન માલ મોકલનાર વેપારીઓની સમસ્યાનું પણ સમાધાન કરવામાં આવશે. કોઈ પણ વેપારીઓને આ બાબતે પ્રશ્ન હશે તો તેઓ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રેપિયર જેકાર્ડ એસોસિએશનનો સંપર્ક કરી શકે છે.

વીવર્સની વિવિધ સમસ્યાનું સમાધાન કરાશે

વિવરો સાથે થતી વિવિધ સમસ્યાઓનું સમાધાન કરવા માટે રેપિયર જેકાર્ડ એસોસિએશને કમર કસી છે. બુધવારના રોજ રેપિયર જેકાર્ડ એસોસિએશનની મિટિંગ મળી હતી. જેમાં પેમેન્ટ સોલ્યુશન કમિટીની રચના કરવામાં આવી હતી. ખાસ કરીને આ કમિટી વેપારીઓની પેમેન્ટ સંબંધી સમસ્યાઓનું સમાધાન કરશે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *